Aapnu Gujarat
मनोरंजन

હું બોલીવુડની ડ્રીમ ગર્લ બનવા ઈચ્છું છું : એલી અવરામ

રિયાલિટી શો ‘બિગ બોસ’થી ચર્ચામાં આવ્યા બાદ એલી અવરામે ૨૦૧૩માં ‘મિકી વાયરસ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. ત્યારબાદ તેણે કપિલ શર્મા સાથે ‘કિસ કિસ સે પ્યાર કરું’ ફિલ્મ કરી અને તેને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો. ત્યાર બાદ તેણે ‘હાઉસફુલ-૩’ અને ‘પોસ્ટર બોયઝ’ જેવી ફિલ્મ પણ કરી. એલીની ફિલ્મી રફતાર ભલે સુસ્ત રહી હોય, પરંતુ તેના હોંશલા બુલંદ છે, કેમ કે આજે પણ તેના ખાતામાં સારી ફિલ્મો છે. એલી કહે છે કે સલમાનખાને મને ખૂબ જ મદદ કરી છે અને તેનું જ પરિણામ છે કે હું આજે બોલિવૂડમાં અભિનેત્રી તરીકે ઓળખાઉં છું. સલમાનખાન મારા ગાઇડ છે. મારા જેવા ઘણા બધા વિદેશી નાગરિક છે, જે ભારતીય સંસ્કૃતિ અને વિચારની સાથે સાથે જોડાયેલા છે. હું આ ક્ષેત્રનો એક ભાગ બનવા ઇચ્છતી હતી. બોલિવૂડમાં મારા જોડાવાનું અસલી કારણ એ જ હતું. હું બોલિવૂડમાં ડ્રીમ ગર્લ બનવાનું પસંદ કરીશ. ઘણાં વર્ષથી લોકો હેમામાલિનીને ડ્રીમ ગર્લના નામથી ઓળખે છે. હું તેની જગ્યા લેવા ઇચ્છું છું અને તેમની જેમ દરેક પ્રકારની ફિલ્મમાં કામ કરવા ઇચ્છું છું.

Related posts

एक-दो महीने में अपनी नई फिल्म की घोषणा करुं गा : शाहरुख

aapnugujarat

दीपिका से शादी के बाद रणवीर पर तीन चीजों के लिए बैन

aapnugujarat

सुशांत और भूमि पेडनेकर भी अब साथ-साथ दिखेगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1