Aapnu Gujarat
गुजरात

ડિસેમ્બર સુધીમાં અમદાવાદ-બોટાદ લાઇન ઉપર ટ્રેન દોડશે

અમદાવાદ-ભાવનગર વચ્ચેનો રૂ.૧૧૪૩ કરોડનો રેલવે બોટાદ બ્રોડગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ પૂરો થવાની તૈયારીમાં છે, જેના કારણે ડિસેમ્બર સુધીમાં અમદાવાદ-ભાવનગર વચ્ચે મુસાફરી કરવા ઈચ્છતા પ્રવાસીઓને આધુનિક સુવિધાવાળી ટ્રેનો મળશે. અમદાવાદ-બોટાદ લાઇન પર આવતાં ૧૨ રેલ્વે સ્ટેશનનોને નવા રંગ રૂપ અપાઇ રહ્યા છે. ડિસેમ્બર સુધીમાં આ લાઇન પર રેલ વ્યવહાર શરૂ થતાં અમદાવાદ-ભાવનગર વચ્ચેના પ્રવાસીઓને બહુ મોટી રાહત થશે. અમદાવાદથી ભાવનગર માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી શકાય તેવા ટાર્ગેટ સાથેની ઉપરોકત પ્રોજેકટ સંબંધી કામગીરી પુરજોશમાં ચાલુ છે. રેલવે ટ્રેક ઉપર બોટાદથી હડાલા-ભાલ સુધીના ૪૦ કિ.મી.ના માર્ગ ઉપર સફળતાપૂર્વક એન્જિનનું ટેસ્ટિંગ પણ પૂરું કરવામાં આવ્યું છે. આ ટ્રેકના બ્રોડગ્રેજ કન્વર્ઝનની કામગીરી ચાલુ છે. લગભગ ૬૫ ટકાથી વધુ કામ પૂરું કરી દેવાયું છે. આ મહિનાના અંત સુધીમાં વધુ ૨૦ કિ.મી.નો માર્ગ બ્રોડગેજ કન્વર્ઝન થઈ જશે, જેથી કુલ ૬૦ કિ.મી.નો માર્ગ બ્રોડગેજ ટ્રેક થશે. અમદાવાદ-બોટાદ બ્રોડગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ વર્ષ ૨૦૧૨-૧૩માં મંજૂર થયો હતો. પ્રોજેક્ટની કિંમત તે સમયે ૮૦૦ કરોડ અંદાજવામાં આવી હતી. હવે આ પ્રોજેક્ટની કિંમત વધીને રૂ.૧૧૪૩ કરોડ થઈ છે. આ લાઈન ઉપર આવેલાં ૧૨ રેલવે સ્ટેશન નવાં રંગરૂપ ધારણ કરશે, જેમાં મોરૈયા, મટોડા, તગડી, ધંધૂકા, સરખેજ, બાવળા, ધોળકા અને ગોધનેશ્વરનો સમાવેશ થાય છે. આ અંગે અમદાવાદ રેલવેના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, આ માર્ગ ઉપર ઈલેક્ટ્રિફિકેશનનું કામ બાકી છે. હવે નવા માર્ગ ઉપર ઈલેક્ટ્રિફાઈડ રેલવે હશે. આ કામ આરવીએનએલ ઉપરાંતના એક યુનિટ દ્વારા અલગથી થશે. આગામી ડિસેમ્બર સુધીમાં તમામ કામગીરી પૂરી કરવામાં આવશે. જેને પગલે અમદાવાદ-ભાવનગર વચ્ચેના પ્રવાસીઓને બહુ મોટી રાહત થશે.

Related posts

બસના ફ્લાઇંગ અધિકારી દ્વારા મહિલા પેસેન્જર સાથે ગેરવર્તન

aapnugujarat

પાંચ હજારથી ઓછા મતોથી જીતેલાં ૨૦ સભ્ય સામે રિટ

aapnugujarat

દલિત વિદ્યાર્થી દ્વારા આત્મહત્યાના પ્રયાસનો મામલે બી.જે. મેડિકલ કોલેજમાં તોડફોડ પ્રકરણમાં ડીને નોંધાવેલ ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1