Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

મુસ્લિમ લીગ વાયરસ સમાન : આદિત્યનાથ

લોકસભા ચુંટણીના પ્રચારની વચ્ચે રાજકીય નેતાઓ દ્વારા નિવેદનબાજીનો દોર ચાલી રહ્યો છે. કેરળની વાયનાડ સીટથી રાહુલ ગાંધીના નામાંકન કરવામાં આવ્યા બાદ ભાજપના તમામ નેતા કોંગ્રેસની જોરદાર ઝાટકણી કાઢી રહ્યા છે. આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આજે એક ટ્‌વીટ કરીને વિવાદના ઘેરામાં આવી ગયા હતા. યોગી આદિત્યનાથે પોતાના ટ્‌વીટમાં રાજકીય પક્ષ મુસ્લિમ લીગને વાયરસ તરીકે ગણાવીને તેમની ટીકા કરી છે. યોગીએ મુસ્લિમ લીગને વાયરસ તરીકે ગણાવીને પ્રહારો કર્યા છે. યોગીએ લખ્યું છે કે ૧૮૫૭માં સ્વતંત્રતા સંગ્રામમાં મંગલ પાંડેની સાથે સમગ્ર દેશના લોકો લડી રહ્યા હતા. ત્યારબાદ આ મુસ્લિમ લીગના વાયરસ આવ્યા હતા. આ વાયરસ એ રીતે ફેલાયો હતો કે આના લીધે દેશના વિભાજનની સ્થિતિ થઈ હતી. યોગીએ કહ્યું હતું કે પહેલા આઝાદીમાં જોડાયા બાદ દેશના વિભાજન તરફ આ લોકોના લીધે સ્થિતિ સર્જાઈ હતી. કોંગ્રેસ પાર્ટી મુસ્લિમ લીગ વાયરસથી ગ્રસ્ત છે. તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. વિભાજન માટે મુસ્લિમ લીગ અને કોંગ્રેસ પાર્ટી જવાબદાર હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો.

Related posts

हवाला कारोबार में अरविंद केजरीवाल शामिलः कपिल मिश्रा

aapnugujarat

લોન સસ્તી થશે કે કેમ તે અંગે આજે ફેંસલો કરાશે

aapnugujarat

जेपी नड्डा को बनाया गया बीजेपी कार्यकारी अध्यक्ष

aapnugujarat

Leave a Comment

UA-96247877-1