Aapnu Gujarat
गुजरात

સપ્તધારાની ટીમ દ્વારા પપેટ શો કરી વિરમગામમાં પોલીયો અભિયાન અંગે જનજાગૃતિ કરવામાં આવી

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં સપ્તધારાની ટીમ દ્વારા પોલીયો અભિયાન અંગે વિસ્તૃત માહીતીસભર પપેટ શો દ્વારા જનજાગૃતિ કરવામાં આવી હતી. સપ્તધારાના સાધકો નીલકંઠ વાસુકિયા, ગૌરીબેન મકવાણા, મીનાબેન જયશ્વાલ, ડો.ધારા સુપેડા, ડો.મયુરેશ ગઢવી દ્વારા પપેટ શો દ્વારા જનજાગૃતિ કરવામાં આવી હતી. વિરમગામ સહિત રાજ્યભરમાં ૧૦ મી માર્ચે પોલીયો બુથ ઉપર ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. પોલીયો અભિયાનના બીજા અને ત્રીજા દિવસે પોલીયોની ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને પ્રથમ દિવસે બુથ પર પોલીયો ન પીવડાવ્યો હોય તેવા ૦ થી ૫ વર્ષના બાળકોને શોધવામાં આવશે અને તેમને પોલીયો પીવડાવવામાં આવશે. પોલીયો અભિયાનને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, તાલુકા  સુપરવાઇઝર કે.એમ.મકવાણા, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રીઓ, અર્બન હેલ્થ ઓફિસર, સુપરવાઇઝરો સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, દેશમાં પોલીયોનો એક પણ કેસ ન થાય તે હેતુંથી પોલીયો અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં સપ્તધારાની ટીમ દ્વારા પોલીયો અભિયાન અંગે વિસ્તૃત માહીતીસભર પપેટ શો દ્વારા જનજાગૃતિ કરવામાં આવી હતી. પોલીયો અભિયાન શરૂ થાય તે પુર્વે વિરમગામ તાલુકાના તમામ ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી રહી છે અને આરોગ્ય વિભાગ ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા પણ પોલીયો અભિયાનને સફળ બનાવવા માટે સહકાર આપવામાં આવી રહ્યો છે. રવિવારે પોલીયો અભિયાનના પ્રથમ દિવસે વાલીઓએ પોતાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને નજીકના પોલીયો બુથ પર લઇ જઇને પોલીયોના ટીપા અવશ્ય પીવડાવવા જોઇએ.

પત્રકારઃ- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

Related posts

Heavy rainfall warning in Saurashtra and Kutch on June 12-14 : IMD

aapnugujarat

अशोक जाडेजा एक का तीन कौभांड में जशवंतसिंह साणसी को ३७ अपराध में हाईकोर्ट द्वारा शर्ती जमानत

aapnugujarat

મહિલા સરપંચશ્રીઓએ ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા લાવવાનો અનુરોધ કરતા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1