Aapnu Gujarat
राष्ट्रीय

ભારત, પાકિસ્તાન અને ચીને પરમાણુ હથિયારો વધાર્યા : રિપોર્ટ

પુલવામા હુમલા બાદ ભારત દ્વારા જવાબી કાર્યવાહીરુપે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં હવાઈ હુમલા કર્યા બાદ સ્થિતિ વિસ્ફોટક બની ગઈ હતી. યુદ્ધ જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાનની હવાઇ તાકાત તથા પરમાણુ હથિયારોને લઇને ચર્ચા ચાલી રહી હતી. હાલમાં જ એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કોની પાસે કેટલા પરમાણુ હથિયારો છે તે અંગે અહેવાલ આપવામાં આવ્યા હતા. એશિયાની ત્રણ મોટી શક્તિઓ ચીન, ભારત અને પાકિસ્તાને છેલ્લા એક વર્ષના ગાળામાં પોતાના પરમાણુ હથિયારોના ભંડારમાં ઉલ્લેખનીય વધારો કરી દીધો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, એશિયાના ત્રણ દેશોએ માત્ર પોતાના ન્યુક્લિયર વેપન ડિલિવરી સિસ્ટમને મજબૂત કરવામાં ભૂમિકા ભજવી છે. સાથે સાથે પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. આ દેશોમાં હવે નવા અને નાના પરમાણુ હથિયારોના વિકાસ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. પરમાણુ હથિયારોની કુલ સંખ્યાના મામલામાં પાકિસ્તાન હજુ પણ ભારતથી આગળ રહ્યું છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એશિયા મહાદ્વિપમાં આ અહેવાલ ખુબ જ ગંભીરતાપૂર્વક જોવામાં આવે છે. હાલમાં જ જારી કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ચીનના પરમાણુ હથિયારોની સંખ્યા આ વર્ષે વધીને ૨૮૦ થઇ છે જે ગયા વર્ષે ૨૭૦ હતી. ચીને છેલ્લા વર્ષે પોતાની સેના ઉપર ૨૨૮ અબજ ડોલરનો જંગી ખર્ચ કર્યો હતો જે અમેરિકાના ૬૧૦ અબજ ડોલર બાદ સૌથી વધારે ખર્ચ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત અને પાકિસ્તાને ગયા વર્ષે પોતાના પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કર્યો છએ. આ બંને દેશોએ પરમાણુ હથિયારો માટે જમીન, હવા, દરિયાઈ માર્ગથી ઝીંકવામાં આવેલી મિસાઇલોમાં વધારો કર્યો છે. ભારત અને પાકિસ્તાને છેલ્લા એક વર્ષના ગાળામાં પોતાના ભંડારમાં ૧૦-૧૦ પરમાણુ હથિયારો વધારી દીધા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતની પાસે હાલમાં ૧૩૦તી ૧૪૦ અને પાકિસ્તાનની પાસે ૧૪૦થી ૧૫૦ પરમાણુ હથિયારો છે. અલબત્ત કોઇપણ પ્રકારના પરમાણુ હથિયારો મિસાઇલોમાં લગાવવામાં આવ્યા નથી. અત્રે નોંધનીય છે કે, ભારત પહેલા પરમાણુ હથિયારોના ઉપયોગ નહીં કરવાની નીતિ ઉપર મક્કમ છે. આની બિલકુલ વિરુદ્ધમાં અન્ય પરમાણુ હથિયાર ધરાવતા દેશો વોરહેડની સંખ્યા ઘટાડી રહ્યા છે અથવા તો સ્થિર રાખી રહ્યા છે. અમેરિકાએ પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા ઘટાડીને ૬૪૮૦ કરી દીધી છે જ્યારે રશિયાના પરમાણું હથિયારોની સંખ્યા ૭૦૦૦થી ઘટીને ૬૮૫૦ થઇ ગઇ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સમગ્ર દુનિયાના નવ પરમાણુ સક્ષમ દેશોની પાસે હાલના સમયમાં ૧૪૪૬૫ વોરહેડ છે. આ આંકડો ગયા વર્ષે ૧૪૯૩૫નો હતો. આમાથી ૯૨ ટકા હથિયારો રશિયા અને અમેરિકાની પાસે છે. હાલમાં જ અમેરિકા પાસે વાતચીતના ટેબલ ઉપર આવનાર ઉત્તર કોરિયાની પાસે પણ ૧૦થી ૨૦ પરમાણુ હથિયારો છે.

Related posts

દિલ્હીના પ્રદૂષણમાં ચિંતાજનક વધારો, ઘર બહાર ન નીકળવા ચેતવણી

aapnugujarat

डोकलाम पर हमारी नजर : रक्षा मंत्री निर्मला सीतारमण

aapnugujarat

Nitrogen gas cylinders blasts at chemical factory in Maharashtra’s Dhule, 15 died

aapnugujarat

Leave a Comment

UA-96247877-1