Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

લોકસભા ચુંટણીમાં ગઠબંધન મામલે શિવસેના ભાજપની મડાગાંઠ યથાવત

લોકસભા અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શિવસેના અને બીજેપી વચ્ચે મતભેદ યથાવત છે. આ મતભેદના સમય વચ્ચે શિવસેનાએ એક નિવેદન આપતા જણાવ્યું છે કે જો આગામી ૪૮ કલાકમાં આ બાબતે ચર્ચા કરીને જો કોઇપણ પ્રકારનો નિર્ણય લેવામાં નહીં આવે તો શિવસેના પોતાના ઉમેદવારોનો પ્રચાર કરવાનું શરૂ કરી દેશે.અગાઉ આ મામલે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ બે વર્ષમાં ત્રણવાર માતોશ્રીની મુલાકાત લીધી હતી અને ફોન પર પણ આ વિષયને લઇને વાતચીત થઇ હતી. જોકે તેમ છતા પણ શિવસેના દ્વારા બીજેપી પર પ્રહાર કરવાનું બંધ થયું નથી. બીજેપીના ખાસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે હવે પાર્ટીના કેન્દ્રીય સ્તરના એકપણ નેતા શિવસેના સાથે વાતચીતમાં ઉતરશે નહીં, તેવો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવ્યો છે.
ગઠબંધનને લઇને કોઇપણ ચર્ચાવિચારણા પ્રદેશ પ્રમુખ રાવસાહેબ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વનમંત્રી સુધીર મનુગંટીવાર દ્વારા કરવામાં આવશે, તેવો નિર્ણય લેવામાં આવ્યો છ.આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે ગઠબંધનને લઇને ચર્ચા-વિચારણા ચાલી રહી છે અને એટલા માટે જ શુક્રવારે જલગાવ જિલ્લામાં યોજાવા જઇ રહેલી શિવસેનાના કાર્યકર્તાઓની શિબિર રદ કરવામાં આવી છે. આ સમયગાળા વચ્ચે બીજેપી દ્વારા શિવસેનાને પોતાના તેવર દેખાડવાનું શરૂ કરી દીધું છે. બીજેપીના સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, શિવસેના સાથે ચર્ચા-વિચારણા કરવા માટે કેન્દ્ર સરકારના એકપણ દિગ્ગજ નેતા મુંબઇ જશે નહીં.એટલે કે આગામી ચૂંટણીને લઇને ગઠબંધનને લઇ કરવામાં આવતી દરેક પ્રકારની ચર્ચાવિચારણા રાજ્યાના બીજેપી પ્રદેશ અધ્યક્ષ રાવસાહેબ દાનવે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા જ કરવામાં આવશે. કારણકે રાજ્યમાં બીજેપીની સાથે સત્તામાં હોવા છતા પણ શિવસેના દ્વારા મોદીજીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે, જે હવે બજેપીને ખૂંચવા લાગ્યું છે.

Related posts

જેટ કટોકટી ગંભીર બની : માત્ર ૧૪ વિમાન ઓપરેટ

aapnugujarat

सेमीफाइनल माना जा रहा है राजस्थान का उपचुनाव : राजस्थान में दिसम्बर में विधानसभा चुनाव

aapnugujarat

1 arrested by Delhi police that he was planning to commit armed robberies

aapnugujarat

Leave a Comment

UA-96247877-1