Aapnu Gujarat
गुजरात

૧૩મીએ વલસાડમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં બેઠક

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી આગામી ૧૩મી ફેબ્રુઆરીએ વલસાડ જિલ્લાનાં ધરમપુર ખાતે આવેલ શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે ભાજપ દ્વારા મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં સુરત, નવસારી અને વલસાડ જિલ્લાનાં કાર્યકરોની એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાનો ઇતિહાસ પણ બહુ રસપ્રદ અને નોંધનીય રહ્યો છે કે, જે પક્ષ આ વલસાડ બેઠક જીતે તે પક્ષની સત્તા કેન્દ્રમાં બને છે અને તેથી ભાજપે તેને ધ્યાનમાં લઇ આ બેઠક કોઇપણ ભોગે કબ્જે કરવાના ભાગરૂપે અહીં ચૂંટણીલક્ષી કવાયત આરંભી છે. વલસાડ જિલ્લાના શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે તા.૧૩મી ફેબ્રુઆરીએ આયોજિત મહત્વની બેઠક અંગે વલસાડ ભાજપનાં જિલ્લા પ્રમુખ અને પારડીનાં ધારાસભ્ય કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી અમિત શાહ દ્વારા ત્રણ કે ચાર જિલ્લાઓ વચ્ચે ક્લસ્ટર બેઠકનું આયોજન કરીને માર્ગદર્શન મેળવવામાં આવશે. જેના ભાગરૂપે આગામી તા.૧૩મી ફેબ્રુઆરીએ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ખાસ ઉપસ્થિત રહેશે અને કાર્યકરોને સંબોધન કરશે. આ બેઠકમાં સુરતમાથી ૧૪૦૦, નવસારીમાંથી ૧૩૦૦ અને વલસાડ જિલ્લામાંથી ૧૩૬૫ કાર્યકરો ઉપસ્થિત રહશે. કાર્યક્રમમાં બૂથનાં પ્રમુખ, બૂથનાં ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, ગત ચૂંટણીમાં જીતેલા-હારેલા ઉમેદવાર, પેજપ્રમુખ, મંડળનાં કાર્યકરો ઉપસ્થિત રહેવાનાં છે, જેમને મુખ્યમંત્રી ફડણવીસ મહત્વનું ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. તો આ મહત્વની ચૂંટણીલક્ષી બેઠકમાં ગુજરાતમાંથી જીતુ વધાણી, ભીખુ દલસાણીયા અને ભરતસિંહ પરમાર ઉપરાંત સ્થાનિક તાલુકાનાં ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિતનાં આગેવાનો પણ ઉપસ્થિત રહેશે અને મહત્વનાં ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાનો ઇતિહાસ રહ્યો છે કે, જે પક્ષનો ઉમેદવાર વલસાડની બેઠક જીતે તેની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવે છે; ત્યારે આ સત્તાની લડાઈ માટે ભાજપે વલસાડ જિલ્લા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તા.૧૩મી ફેબ્રુઆરીએ ભાજપ મોવડીઓની બેઠક આગામી લોકસભા ચૂંટણી માટે પણ મહત્વની બની રહેશે.

Related posts

નપા ચૂંટણી : પરિણામ બાદ ભવ્ય ઉજવણીનો દોર રહ્યો

aapnugujarat

મહેસાણામાં કવિ અનંત રણુંજ્યાન્વીના કાવ્યોદય પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

સુરતનાં ૧૬ થિયેટરોમાં પદ્માવત નહીં બતાવાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1