Aapnu Gujarat
खेल-कूद

વનડે રેંકિંગ : ઇંગ્લેન્ડ પ્રથમ ભારત બીજા ક્રમાંક પર રહ્યું

ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં સતત ત્રણ અડધી સદી ફટકારનાર ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આજે જારી કરવામાં આવેલી રેંકિંગમાં ત્રણ સ્થાન ઉપર પહોંચી ગયો છે. આ દિગ્ગજ વિકેટકીપર બેટ્‌સમેન બેટ્‌સમેનોની યાદીમાં ૧૭માં સ્થાને આવી ગયો છે. ધોનીએ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રણ મેચોની શ્રેણીમાં ક્રમશઃ ૫૧, અણનમ ૫૫ અને અણનમ ૮૭ રન બનાવ્યા હતા. આની સાથે જ ભારતે વનડે શ્રેણી ઓસ્ટ્રેલિયામાં જીતી લીધી હતી. કેદાર જાધવને પણ ફાયદો થયો છે. તે હવે રેંકિંગમાં ૩૫માં ક્રમે પહોંચી ગયો છે. વિરાટ કોહલી પ્રથમ સ્થાન ઉપર અકબંધ રહ્યો છે. છેલ્લી બે મેચોમાં આરામ આપવામાં આવ્યા બાદ પણ કોહલી પ્રથમ સ્થાને છે જ્યારે કોહલીની ગેરહાજરીમાં કેપ્ટનશીપની જવાબદારી અદા કરી રહેલા રોહિત શર્મા બીજા સ્થાન ઉપર છે. શિખર ધવન ૭૪૪ પોઇન્ટ સાથે ૧૦માં સ્થાને છે. બોલરોની યાદીમાં વનડેમાં ભારતીય બોલરોનો દબદબો રહ્યો છે. જસપ્રિત બુમરાહ પ્રથમ સ્થાને છે જ્યારે ચાઇનામેન કુલદીપ યાદવ અને લેગસ્પીનર યુજવેન્દ્ર ચહલ ક્રમશઃ ચોથા અને પાંચમાં સ્થાને છે. ટીમ રેંકિંગમાં ભારત ૧૨૨ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે જ્યારે ન્યુઝીલેન્ડ ચોથા સ્થાન ઉપર છે. આજે રેંકિંગ જારી કરવામાં આવી હતી. ભારત ૧૨૨ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. ભારતે સિરિઝ બાદ એક રેટિંગ પોઇન્ટ મેળવી લીધા છે. વનડે રેંકિંગમાં ઇંગ્લેન્ડની ટીમ ૧૨૬ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ન્યુઝીલેન્ડની ટીમ ચોથા સ્થાને છે. બીજી બાજુ બોલ્ટ બોલરોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ૨૯ વર્ષીય બોલર બોલ્ટે ચોથી વનડે મેચમાં ૨૧ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેના પ્રદર્શનના લીધે જ ન્યુઝીલેન્ડે આ મેચ જીતી હતી. ટીમની રેંકિંગમાં જોવામાં આવે તો ભારત બીજા સ્થાને અને ઇંગ્લેન્ડ પ્રથમ સ્થાને છે જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ ચોથા સ્થાને છે. ઇંગ્લેન્ડને પાછળ છોડવા માટે ભારતને હજુ સારો દેખાવ કરવો પડશે.

Related posts

પંતને ટીમમાં સ્થાન ન મળતા થોડો હેરાન છું : ગાવસ્કર

aapnugujarat

Gayle will be retiring from international cricket at end of home series with India in August

aapnugujarat

રવિ શાસ્ત્રી બાદ હવે વેંકટેશ પ્રસાદે પણ કોચ પદ માટે અરજી કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1