Aapnu Gujarat
व्यापार

વોડાફોન-આઈડિયા રાઈટ્‌સ ઈશ્યુથી ૨૫૦૦૦ કરોડ એકત્રિત કરશે

રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે વોડાફોન-આઈડિયા ૨૫૦૦૦ કરોડ રૂપિયા એકત્રિત કરશે. કંપની રાઈટસ ઈશ્યુ દ્વારા ફન્ડ એકત્રિત કરશે. કંપનીના બોર્ડે તેની મંજૂરી આપી છે. પ્રમોટર શેરહોલ્ડર વોડાફોન ગ્રુપે ૧૧,૦૦૦ કરોડ અને આદિત્ય બિરલા ગ્રુપે રાઈટસ ઈશ્યુમાં ૭,૨૫૦ કરોડ રૂપિયા સુધીનું યોગદાન આપવાની વાત કરી છે. કંપનીએ સ્ટોક એકસચેન્જ ફાઈલિંગમાં આ માહિતી આપી છે.
પ્રમોટરે શેરહોલ્ડર્સને કહ્યું છે કે જો રાઈટ્‌સ ઈશ્યૂ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ થશે નહિ તો તેમની પાસે બચેલો હિસ્સો ખરીદવાનો અધિકાર હશે. કંપની બોર્ડે મૂડી એકત્રિત કરવા માટે સંબધિત સમિતિને નિયમ અને શરતો નક્કી કરવાનો અધિકાર આપ્યો છે.
કેપિટલ રેજિંગ કમિટી ઈશ્યુ પ્રાઈસ, રેકોર્ડ તારીખ અને રાઈટ્‌સ ઈશ્યુ લાવવાનો સમય નક્કી કરશે. કંપનીના પ્રમોટર રાઈટ્‌સ ઈશ્યુ દ્વારા બીજી વખતે ફન્ડ એકત્રિત કરશે. અગાઉ વોડાફોન અને આદિત્ય બિરલા ગ્રુપે વોડાફોન-આઈડિયાના મર્જરના સમયે ૧૪,૪૧૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. બંને કંપનીઓએ ૧ સપ્ટેમ્બર ૨૦૧૮થી સંયુક્ત રૂપથી ઓપરેશન શરૂ કર્યું હતું. વોડાફોન પર ૧.૨૬ લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
મર્જર બાદ વોડાફોન-આઈડિયા દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની છે. તેના ૪૨.૨ કરોડ ગ્રાહક છે. ૨૦૧૮ના એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં તેનો રેવન્યુ માર્કેટ શેર ૩૨.૨ ટકા હતો. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વોડાફોન-આઈડિયાને ૫,૦૦૬ કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.

Related posts

WPI ફુગાવો ૪.૪૩ ટકા : ૧૪ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો

aapnugujarat

વડાપ્રધાન મોદી ‘મેગ્નેટિક મહારાષ્ટ્ર’ સંમેલનમાં ઉદ્યોગપતિઓ સાથે વિચાર-વિમર્શ કરશે

aapnugujarat

વર્તમાન સ્થિતિમાં RBIનો રોલ દ્રવિડ જેવો હોવો જોઇએ : રાજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1