Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

નાગેશ્વર રાવે સીબીઆઇના ૨૦ ઓફિસરોની બદલી કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કમિટી દ્વારા નવા સીબીઆઇ ચીફની નિમણૂક માટે થનારી બેઠક પહેલા જ સીબીઆઇના વચગાળાના ડાયરેક્ટર એમ નાગેશ્વર રાવે ૨૦ અધિકારીઓની બદલી કરી નાંખી છે. રાવે ૨૦ અધિકારીઓની વિવિધ જગ્યાઓએ બદલી કરી છે.
બદલી પામનાર અધિકારીઓમાં ૧૩ એસપી સ્તરના અને ૭ એએસપી સ્તરના અધિકારીઓ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી, સીજીઆઇ રંજન ગોગોઇ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેની સિલેક્શન કમિટી ૨૪ જાન્યુઆરીએ બેઠક કરીને નવા સીબીઆઇ ચીફની નિમણૂક કરશે. જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં વિવેક પ્રિયદર્શી પણ સામેલ છે.
પ્રિયદર્શી ૨ જી સ્પેકટ્રમ કૌભાંડની તપાસ કરી રહેલા મહત્વપૂર્ણ દિલ્હી યુનિટની દેખરેખ કરી રહ્યા હતા. વિવેકની ટ્રાન્સફર ચંદિગઢ કરવામાં આવી છે. એસપી નિર્ભય કુમારને એસપી ઇકોનોમિક્સ ઓફેન્સ- ૨ વિંગ સિવાય એસીબી જોધપુરનો પણ ચાર્જ સોંપવામાં આવ્યો છે. નાગેશ્વર રાવે જે એસપીની બદલી કરી છે- તેમાં એટી દુરઈ કુમાર જેમની બદલી ઇઓ ચેન્નાઇથી એસીબી ચેન્નાઇમાં કરવામાં આવી છે, પ્રેમ ગૌતમ એસપી ઈઓ-૩ નવી દિલ્હી હવે તેઓ ડેપ્યુટી ડાયરેક્ટર એડમિનિસ્ટ્રેશનનો ચાર્જ પણ સંભાળશે, મોહિત ગુપ્તાને એસીબી ગાઝિયાબાદથી દિલ્હીમાં બેન્ક સિક્યોરિટી એન્ડ ફ્રોડ સેલમાં મોકલવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે, મોહિત ગુપ્તાને આલોક વર્માએ દિલ્હી એન્ટી-કર્શન યુનિટમાં મોકલ્યા હતા, તેમને રાકેશ અસ્થાનાની જગ્યાએ ઇન-ચાર્જ બનાવવામાં આવ્યા હતા.

Related posts

रेलटेल ने 5 हजार से ज्यादा स्टेशनों पर लगाया मुफ्त वाईफाई

aapnugujarat

વિરોધ પક્ષો વિરૂદ્ધ સાંસદોની સાથો સાથ પીએમ મોદી અને અમિત શાહ કરશે ઉપવાસ

aapnugujarat

पीएम को सचिवों ने हेल्थ से लेकर रेवेन्यू तक दिए सुझाव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1