Aapnu Gujarat
खेल-कूद

પાકિસ્તાન વિરૂદ્ધની મેચને લઈ ભારતીય ટીમ સજ્જ

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની હવે શરૂઆત થવા આડે ગણતરીના દિવસો રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિન્સ ટ્રોફીના તાજને જાળવી રાખવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે.  છેલ્લે વર્ષ ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે વિજેતા બનવામાં સફળતા મેળવી હતી. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આશા વ્યક્ત કરી છે કે ટીમ આ વખતે પણ જોરદાર દેખાવ કરશે. છેલ્લે વર્ષ ૨૦૧૩માં ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોરદાર દેખાવ કર્યો હતો અને ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમ વિજેતા બની હતી. ભારતે વર્ષ ૨૦૧૩ ઉપરાંત વર્ષ ૨૦૦૨માં પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા બનવામાં સફળતા મેળવી હતી. ભારતીય ક્રિકેટ ટીમ વિરાટ કોહલીના નેતૃત્વમાં રમનાર છે. જેમાં અનુભવ અને યુવા ખેલાડીઓનું મિશ્રણ રહેલું છે. ભારત પોતાની પ્રથમ મેચ ચોથી જૂનના દિવસે તેના પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે રમનાર છે અને આ મેચ ચેમ્પિયન્સ ટ્રોફીની સૌથી મોટી મેચ બની રહે તેવી શક્યતા દેખાઈ રહી છે.
આ હાઈપ્રોફાઈલ અને દિલધડક મેચને લઈને કરોડો ક્રિકેટ પ્રેમીઓ પહેલાથી જ ઉત્સુક છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પહેલી જૂનથી થઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી ૧૮મી જૂન સુધી ચાલશે. ભારતીય ટીમને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. ભારતયી ટીમને આ ટુર્નામેન્ટમાં કેટલાક પડકરા રહેશે. બીજી બાજુ ગ્રુપ એમાં જે ટીમો છે તેમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમો છે જ્યારે ભારતના ગ્રુપમાં પાકિસ્તાન, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો રહેલી છે. આઈસીસી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો દેખાવ હંમેશા જોરદાર રહ્યો છે.
વિરાટ કોહલીએ કહ્યું છે કે યુવરાજસિંહ અને મહેન્દ્રસિંહ ધોની પર મુખ્ય આધાર રહેશે. આ બંને ટીમના સૌથી અનુભવી ખેલાડી છે. તેમને કોઈ આદેશ આપવાની બાબત સરળ નથી પરંતુ આ બંને ખેલાડીઓ પરિસ્થિતિ મુજબ જાતે જ પોતાને યોગ્ય રીતે મેદાનમાં ઉતારે છે. ભારતીય ટીમમાં અજંયકે રહાણે, રવિન્દ્ર જાડેજા, અશ્વિન પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા છે. બોલીંગમાં જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વરકુમાર પાસેથી ખૂબ સારા દેખાવની અપેક્ષા દેખાઈ રહી છે. ભારતની મેચોને લઈને ક્રિકેટ પ્રેમીઓ ખૂબ જ ઉત્સુક છે.

Related posts

Gayle will be retiring from international cricket at end of home series with India in August

aapnugujarat

लवलीना का बॉक्सिंग में कमाल

editor

Afghanistan Beats India By 0-3

aapnugujarat

Leave a Comment

UA-96247877-1