Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

રૂપિયા ૨૦૦૦ની નવી નોટ તબક્કાવાર રીતે ઓછી થશે

રૂપિયા ૨૦૦૦ની નવી નોટ શરૂ કરવામાં આવ્યાના બે વર્ષ બાદ હવે રૂપિયા ૨૦૦૦ની નવી નોટ ઓછા પ્રમાણમાં પ્રિન્ટ થઇ રહી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તબક્કાવારરીતે રૂપિયા ૨૦૦૦ની નોટને ઓછી કરી દેવાના ઇરાદા સાથે આ હિલચાલ ચાલી રહી છે. આ ૨૦૦૦ રૂપિયાની નવી નોટનો ઉપયોગ પણ મની લોન્ડરિંગ, કરચોરી અને સંગ્રહખોરી માટે કરવામાં આવી રહ્યો હોવાના અહેવાલ બાદથી આ હિલચાલ હાથ ધરવામાં આવી છે. નોટબંધી બાદ નવેમ્બર ૨૦૧૬માં રૂપિયા ૨૦૦૦ની નવી નોટ રજૂ કરવામાં આવી હતી. વ્યાપક રોકડ કટોકટીને ટાળવાના હેતુસર સરકારે ૨૦૦૦ રૂપિયાની નવી નોટ રજૂ કરી હતી. માર્ચ ૨૦૧૮માં સરક્યુલેશનમાં કરન્સી નોટની કુલ કિંમત ૧૮.૦૩ ટ્રિલિયન હતી જે પૈકી ૬.૭૩ ટ્રિલિયન અથવા તો ૩૭ ટકા રકમ ૨૦૦૦ રૂપિયાની નોટમાં હતી જ્યારે ૭.૭૩ ટ્રિલિયન રૂપિયા અથવા તો ૪૩ ટકા રકમ રૂપિયા ૫૦૦ના નોટમાં રહેલી છે જ્યારે બાકીની રકમ નાના દરના નોટમાં છે. ૨૦૦૦ રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી ત્યારે મોદી સરકારની ટિકા થઇ હતી. નરેન્દ્ર મોદી સરકારની તે વખતે ટિકા એટલા માટે કરવામાં આવી હતી કે, ૧૦૦૦ રૂપિયાની નોટ બંધ કરવામાં આવી હતી. તેના બદલામાં ૨૦૦૦ રૂપિયાની નોટ શરૂ કરવામાં આવી રહી છે. કાળા નાણાં ઉપર બ્રેક મુકવા અને આતંકવાદીઓના મૂડી પ્રવાહને રોકવાના ઇરાદા સાથે રૂપિયા ૧૦૦૦ અને ૫૦૦ની નોટ બંધ કરવામાં આવી હતી.

Related posts

२०२१ में देश के खिलाफ अपराधों के कुल ५१६४ मामले हुए दर्ज

aapnugujarat

તમિળનાડુનાં તુતીકોરિનમાં કોપર પ્લાન્ટનાં વિરોધમાં હિંસા, ૧૨નાં મોત

aapnugujarat

देश की 41% संपत्ति सवर्णों के पास : ओवैसी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1