Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

મોદી મંત્રીમંડળે પોક્સો એક્ટને કડક બનાવ્યો

મોદી સરકારે શુક્રવારે કેબિનેટ મીટિંગમાં ઘણાં મહત્વના નિર્ણય લીધા છે. આ વિશે માહિતી આપતા કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, બાળકોને યૌન શોષણ તથા હુમલાથી બચાવવા માટે પોક્સો એક્ટની સજાની અવધિ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મોદી સરકારે પોક્સોમાં સંશોધન કરવાનો નિર્ણય લીધો છે. તે માટે બાળકોને સેક્સ્યુઅલ હુમલાથી બચાવવા માટે ઘણી કલમમાં ફેરફાર કરવાની વાત કરવામાં આવી છે. તેમાં દંડની અવધિ પણ વધારવામાં આવશે. તે ઉપરાંત કાયદાને વધુ કડક કરીને તેમાં મૃત્યુદંડ સુધીને સજાને પણ મંજૂરી આપવામાં આવી છે.
રવિશંકર પ્રસાદે વધુ નિર્ણયો અંગે કહ્યું કે, કેબિનેટે ૨૦૧૯ના સત્ર માટે ૭૫૧૧થી વધારીને ૯૫૨૧ પ્રતિ ક્વિન્ટલના દરથી મિલિંગ ખોપરામાં વધારાને મંજૂરી આપી છે.
તે સાથે જ કેબિન્ટ ૭ પીએસયુને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે.કેન્દ્રીય મંડળે શુક્રવારે બેઠકમાં ૭ સીપીએસઈ કંપનીઓના આઈપીઓ જાહેર કરીને સ્ટોક એક્સચેન્જમાં સામેલ કરવાની જાહેરાત કરી છે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ વિશેની જાહેરાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ૩૧ માર્ચ ૨૦૧૭ સુધી ૩૩૧ સીપીએસઈ કંપનીઓ (વીમા કંપનીઓ સિવાય)ને સામેલ કરવામાં આવી હતી.
મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવેલા અન્ય નિર્ણયોમાં ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિકલ બિલ ૨૦૧૮ પર રાષ્ટ્રીય આયોગ સમિતી બનાવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

Related posts

મહારાષ્ટ્રમાં દલિતના સ્વાભિમાનને કચડી નાંખવાનો ફાંસીવાદી પ્રયાસ : માયાવતી

aapnugujarat

બિહાર,આસામ, બંગાળમાં પુરની સ્થિતીમાં વધુ સુધારો

aapnugujarat

ગૌરક્ષા હિંસા : દોષિત સામે કાર્યવાહી કરવા સુપ્રીમનો હુકમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1