Aapnu Gujarat
ताजा खबरव्यापार

સેંસેક્સ ૭૭ પોઇન્ટ ઉછળીને બંધ

શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં મંદી રહ્યા બાદ રિકવરી જોવા મળી હતી. કારોબારના અંતે ફાઈનાન્સિયલ અને ફાર્મા, ઓટો અને મેટલ કાઉન્ટરમાં લેવાલીના લીધે સેંસેક્સ ૭૭ પોઇન્ટ ઉછળીને ૩૬૩૪૭ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૦ પોઇન્ટ રિકવર થઇ ૧૦૯૦૯ની સપાટીએ રહ્યો હતો. ૩૦ શેર સેંસેક્સમાં ૨૦ શેરમાં તેજી અને ૧૦ શેરમાં મંદી રહી હતી. સન ફાર્માના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. એલએન્ડટી, આઈસીઆઈસીઆઈ બેંક અને રિલાયન્સમાં સુધારો રહ્યો હતો. નિફ્ટીમાં ૩૩ શેરોમાં તેજી અને ૧૭ શેરમાં મંદી રહી હતી. વ્યક્તિગત શેરોમાં ઝીના શેરમાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો હતો. શરાબ કંપનીઓના શેરમાં પણ તેજી રહી હતી. આમા આઠ ટકાનો ઉછાળો નોંધાયો હતો. મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૨ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૨૯૦ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૪૬૦૬ની સપાટી જોવા મળી હતી. આજે ડોલર સામે રૂપિયો ત્રણ સપ્તાહની ઉંચી સપાટીએ રહ્યો હતો. ક્રૂડની કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો છે. ૨૦૧૯માં અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ફેડરરલ રિઝર્વની બેઠક ુપર ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. એશિયન શેરબજારમાં આજે મંદી જોવા મળી હતી. જાપાનના નિક્કીમાં ૧.૧ ટકાનો ઘટાડો અને હોંગકોંગના હેંગસેંગમાં ૧.૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં સતત ફેરફારના કારણે કારોબારી હાલમાં દિશાહીન થયેલા છે. ડોલરની સામે રૂપિયાની ચાલ, ક્રુડની કિંમતો અને અન્ય પરિબળો વચ્ચે શેરબજારમાં પ્રવાહી સ્થિતી રહી શકે છે. ગયા મંગળવારના દિવસે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું હતું. ૮મી જાન્યુઆરીના દિવસે આ સત્ર ૨૯ દિવસના ગાળા બાદ પૂર્ણ થશે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા એનડીએ સરકારના અંતિમ ફુલ સેશન તરીકે આને જોવામાં આવે છે. આ સત્ર દરમિયાનના ઘટનાક્રમ ઉપર તમામની નજર રહેશે. કેટલાક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવી શકે છે. મોટા આર્થિક સુધારા પણ રજૂ કરવામાં આવી શકે છે પરંતુ સામાન્ય ચૂંટણી પહેલા સરકાર કેટલાક લોકપ્રિય પગલા જાહેર કરી શકે છે.
વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ મોદી સરકાર મોટા પગલા લેવા જઈ રહ્યા છે. જે બિલ ઉપર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી ચુકી છે તેમાં કંપની સુધારા બિલ, ત્રિપલ તલાક બિલ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ (સુધારા બિલ)નો સમાવેશ થાય છે.વિદેશી રોકાણકારો હાલમાં રોકાણને લઇને પણ સાવધાની રાખી રહ્યા છે. કારણ કે પ્રવાહી સ્થિતી છે. કારોબારી જોખમ લેવા માટે વધારે તૈયાર દેખાઇ રહ્યા નથી.

Related posts

અલી અને બજરંગબલી ભેગા મળીને લેશે ભાજપની બલિ : આઝમ ખાન

aapnugujarat

સાધ્વી પ્રાચીએ પ્રિયંકા ગાંધીને ગણાવ્યા વરસાદી દેડકા, ૨૦૧૯માં મોકો ન ચુકે હિંદુ

aapnugujarat

પાંચમાં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1