Aapnu Gujarat
खेल-कूद

ભારતને ટેસ્ટ શ્રેણી જીતાડવા અન્ય બેટ્‌સમેનોએ કોહલીને સાથ આપવો : ગિલક્રિસ્ટ

એડમ ગિલક્રિસ્ટ ભારત સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી તરફથી ૨૦૧૪-૧૫ના પ્રવાસના દેખાવના પુનરાવર્તનની આશા રાખે છે, પણ ભારતે પ્રતિષ્ઠિત બોર્ડર-ગાવસકર ટ્રોફી જીતવા અન્ય બેટ્‌સમેનોએ પણ તેઓના કેપ્ટનને સાથ આપવો પડશે.ચાર ટેસ્ટભરી શ્રેણીની પહેલી મેચ એડિલેઈડમાં ૬ઠ્ઠી ડિસેમ્બરથી રમાનાર છે અને છેલ્લા પ્રવાસમાં કોહલીએ ભારતના થયેલા નિરાશાજનક પરાજયમાં બંને દાવમાં સદી ફટકારી હતી.”આગામી શ્રેણીમાં હું કોહલી તરફથી ૨૦૧૪ના પ્રવાસ જેવા દેખાવની આશા રાખું છું અને તેની જોડે વાત કરવામાં મને તેનો આત્મવિશ્ર્‌વાસ બહુ ઊંચો માલૂમ પડ્યો હતો, એમ ગિલક્રિસ્ટે આ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.કોહલીએ છેલ્લાં પ્રવાસમાં ચાર ટેસ્ટમાં કુલ ૬૯૪ રન કરી ૮૬.૫૦ રનની બૅટિંગ સરેરાશ પ્રાપ્ત કરી હતી. પણ, ગિલક્રિસ્ટે કહ્યું હતું કે ભારતે શ્રેણી જીતવા માટે તેના અન્ય બેટ્‌સમેનોએ પણ કોહલીને સાથ આપવો પડશે કે જેથી પ્રવાસી ટીમના બૉલરોને ઑસ્ટ્રેલિયાના બેટ્‌સમેનોને ટેસ્ટના બંને દાવમાં આઉટ કરવાનો મોકો મળી રહે.ગિલક્રિસ્ટે કબૂલ્યું હતું કે ભારત આગામી સિરીઝ જીતવા ફેવરિટ છે, પણ ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ ઘરઆંગણે વિશ્ર્‌વાસપૂર્વક રમી સારો પ્રભાવ પાડી શકે છે અને તેઓએ આમ ભૂતકાળમાં કરી દેખાડ્યું છે. ગિલક્રિસ્ટે વધુમાં કહ્યું હતું કે બંને ટીમનું બૉલિંગ આક્રમણ લગભગ સમાન છે, પણ બૅટિંગ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે.

Related posts

સેન્ચ્યુરિયન વિકેટમાં પેસ અને ઝડપી બોલરો છવાશે

aapnugujarat

मैदान में बहस के बाद विराट-गंभीर पर BCCI की सख्त कार्रवाई

aapnugujarat

કન્ફડરેશન કપ : પોર્ટુગલ-મેક્સિકો વચ્ચે મેચ ડ્રો રહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1