Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

વીંછીવાળા નિવેદન પર બબાલ, શશી થરૂરે રવિશંકરને ફટકારી નોટિસ

કોંગ્રેસ નેતા શશિ થરૂરે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને કાનૂની નોટિસ મોકલી દીધી છે. મોદીની તુલના શિવલિંગ પર બેસેલ વીંછી સાથે કરવાના સંબંધના થરૂરના નિવેદનની આલોચના કરતા રવિશંકર પ્રસાદે કહ્યું હતુ કે થરૂર હત્યાના મામલાના આરોપી છે અને તેમને શિવને અપમાનિત કરનાર નિવેદન આપ્યું છે. જોકે, થરૂરે કહ્યું છે કે, આ નિવેદન તેમને આપ્યું નથી.
પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે કહ્યું હતુ કે, આરએસએસના એક નેતાએ એક પત્રકારને કહ્યું હતુ કે, મોદી શિવલિંગ પર બેસેલ તેવા વીંછી જેવા છે, જેને ના તો હટાવી શકાય છે અને ના ચપ્પલથી મારી શકાય છે. તે પછી ભાજપાના નેતાઓએ શશી થરૂર પર હલ્લાબોલ કરી દીધો હતો. રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફ્રન્સ કરીને રાહુલ ગાંધીથી માફી માંગવાની માંગ કરી હતી. પ્રસાદે કહ્યું, આ ખુબ જ શરમની વાત છે કે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ છૂટભૈયા નેતા પણ બેશરમ અને અત્યાધિક શરમજનક, અમર્યાદિત ભાષાનો પ્રયોગ કરી રહ્યાં છે. થરૂરે આરોપ લગાવ્યા છે કે, રવિશંકર પ્રસાદે તેમને મર્ડરનો આરોપી ગણાવ્યા હતા.
વિવાદ વધતો જોઈને કોંગ્રેસ નેતા શશિ થરૂરે ટિ્‌વટ કરીને સફાઈ રજૂ કરી હતી. તેમણે પોતાના ટિ્‌વટમાં લખ્યું છે કે, આ ટિપ્પણી પાછલા ૬ વર્ષોથી પબ્લિક ડોમેનમાં છે. આ નિવેદન તેમનું નથી. રવિશંકર પ્રસાદ ૬ વર્ષ જૂના નિવેદનને લઈને મુદ્દો બનાવી રહ્યાં છે.
જણાવી દઈએ કે, થરૂરે આનાથી પહેલા ઘણી વખત પોતાના આપેલા નિવેદનને લઈને ચર્ચામાં આવી ચૂક્યા છે. આ વર્ષ જૂલાઈમાં તેમને કહ્યું હતુ કે, ભારતમાં કેટલીક જગ્યાઓ પર મુસ્લિમોની તુલનામાં ગાય વધારે સુરક્ષિત છે. શશિ થરૂરની આ ટિપ્પણી તેમને હિન્દુ પાકિસ્તાનના નિવેદન પછી સામે આવ્યો હતો, જેની તેમના રાજકીય વિરોધીઓએ ટીકા કરી હતી.થરૂરે ટિ્‌વટ પર લખ્યું, ભાજપાના મંત્રીઓનું સાંપ્રદાયિક હિંસામાં ઘટાડા થવાના દાવાઓ તથ્યો પર સાચા ઠરતા કેમ ઉતરતા દેખાતા નથી. એવુ લાગી રહ્યું છે કે, કેટલીક જગ્યાઓ પર મુસ્લિમની તુલનામાં ગાય સુરક્ષિત છે. હાલમાં કોંગ્રેસ સાંસદ શશિ થરૂર પોતાની નવી પુસ્તક ધ પેરાડોક્સિકલ પ્રાઈમ મિનિસ્ટરઃ નરેન્દ્ર મોદી એન્ડ હિઝ ઈન્ડિયાને લઈને ચર્ચામાં છે.૫૦ અધ્યાય અને પાંચ ખંડોની આ પુસ્તકને એલેફ બુક કંપનીએ પ્રકાશિત કર્યું છે. ૧૭ અન્ય પુસ્તકો લખી ચૂકેલ થરૂરની ૪૦૦ પેજની આ પુસ્તક તે વાતનું પરિક્ષણ કરશે કે, વાસ્તવિક નરેન્દ્ર મોદી કોણ છે. અલેફે કહ્યું હતુ કે, પુસ્તક એક એવા નેતા વિશે ઉદભવેલા પ્રશ્નોના જવાબ આપે છે, જે સમાન રૂપથી ખરાબ અને પુજય બંને છે.

Related posts

દિલ્હીમાં શ્વાસ લેવો જોખમી, હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં

aapnugujarat

યોગી સાંસદ અને મુખ્યપ્રધાન બંને કેવીરીતે બની શકે? : અલ્હાબાદ હાઈકોર્ટ

aapnugujarat

निपाह वायरस के केरल में दो और मरीज मिले

aapnugujarat

Leave a Comment

UA-96247877-1