Aapnu Gujarat
गुजरात

ગરબા રમી રહેલા લોકો વચ્ચે ઘૂસી ગયો મગર….!!

વડોદરાથી ૧૭ કિમી દૂર આવેલા પિપરિયા ગામમાં શેરી ગરબામાં અચાનક એક પરીચિત પણ અવાંછિત મહેમાને આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને આ મહેમાન એટલે મગરમચ્છ. ગામના મુખ્ય ચોકમાં યોજાતી શેરીગરબીમાં સોમવારે મોડીરાત્રે જ્યારે લોકો ગરબી સમાપનની તૈયારી કરી રહ્યા હતા ત્યારે કેટલાક ગામવાસીઓનું ધ્યાન આ મહેમાન પર પડ્યું હતું. ૭ ફૂટ લાંબો આ મગર અચાનક ગામના મુખ્ય ચોકમાં આવી જતા થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી અને લોકોએ તાત્કાલિક વન વિભાગને ફોન કર્યા હતો.
જોકે લોકોની નાસભાગથી મગર પણ એટલા જ અંશે ડરી ગયો હતો જેના કારણે તેને પકડવા આવનાર વન વિભાગના અધિકારીઓએ મગર પર કાબૂ મેળવવામાં પસરેવો વળી ગયો હતો.
ફોરેસ્ટ વિભાગના મગર પકડવા ગયેલી ટીમના સભ્ય જિગ્નેશ પરમારે કહ્યુ કે, ’’તેમને ફોન કોલ આવ્યા બાદ ટીમ જ્યારે ગામમાં પહોંચી ત્યારે તેમણે જોયુ કે ગરબા રમવાના સ્થળથી ચોકમાં ૫૦૦ મીટર જ દૂર મગર ઉભો હતો અને લોકો ભયથી દૂર ઉપર ચડીને ઉભા હતા. જ્યારે ડીજે પણ જેમનું તેમ વાગતું હતુ. મહામહેનત બાદ મગર પકડવા અમને પરોઢના ૩ વાગ્યા હતા. જેને અમે વડોદરા ખાતે નર્સરીમાં લઇ આવ્યા હતા.

Related posts

શ્રાદ્ધ કર્મ કરવાની પિતૃઓની કૃપા-આશીર્વાદ પ્રાપ્ત થાય છે

aapnugujarat

પ્રથમ ચરણમાં ૮૯ સીટ માટે ૯૭૭ ઉમેદવારો

aapnugujarat

ભાડજ પાસે ટ્રક સાથે કાર ટકરાતાં આગ લાગી : ત્રણ યુવકો ભડથું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1