Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

કેજરીવાલ સરકાર લોન્ચ કરશે મોદી સરકાર કરતાં પણ મોટી સ્વાસ્થ્ય યોજના

આયુષ્માન ભારત યોજનાનો લાભ દિલ્હીમાં નહીં મળતા નિરાશ થનારા દિલ્હીવાસીઓના ચહેરા પર ફરીથી આનંદ જોવા મળશે. દિલ્હીવાસીઓ માટે કેજરીવાલ સરકારે મોટી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. ટૂંક સમયમાં દિલ્હીના સવા કરોડ લોકોને ‘કેજરી કેયર’ હેઠળ પાંચ લાખ રૂપિયા વાર્ષિક સ્વાસ્થ્ય સુરક્ષા વીમા યોજનાનો લાભ મળશે. આ યોજનાની જાહેરાત આવતા વર્ષના આરંભમાં મુખ્યપ્રધાન જાતે જ કરી શકે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોદી કેયરના પગલે દિલ્હીમાં પણ અલગથી આમ આદમી સ્વાસ્થ્ય વીમા સુરક્ષા યોજના લાગુ થશે. જોકે, આ યોજનાનો વિસ્તાર દિલ્હીમાં મોટાપાયે થશે. કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત હેઠળ લગભગ ૩૦ લાખ લોકોની પસંદગી કરી હતી. જ્યારે હવે દિલ્હી સરકારે સવા કરોડની આસપાસ લોકોની પસંદગી કરી અને તેમને સ્વાસ્થ્ય વીમા યોજના આપવા જઈ રહી છે. જણાવાઈ રહ્યું છે કે દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગે કાગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.દિલ્હી સરકાર તરફથી સ્વાસ્થ્ય વિભાગને મળેલા નિર્દેશાનુસાર આયુષ્માન ભારત હેઠળ વર્ષ ૨૦૧૧માં થયેલી જનગણનાના આધારે આર્થિક રીતે નબળા પરિવારોની યાદી હતી, જેમાં લગભગ ૨૫ લાખ લોકો લાભને યોગ્ય છે. પરંતુ દિલ્હી સરકાર વિજળીના કનેક્શન અને રેશનકાર્ડના આધારે લોકોની પસંદગી કરશે. જેના માટે પદ્ધતિસર વિજળી અને ખાદ્ય પુરવઠા વિભાગ પાસેથી માહિતી મંગાઈ છે. અનુમાન છે કે લગભગ એક કરોડ ૨૦ લાખથી વધુ લોકોને તેનો લાભ મળશે.સ્વાસ્થ્ય સેવાઓના મહાનિર્દેશક ડૉ. કીર્તિભૂષણનું કહેવુ છે કે કેજરી કેયરનો લાભ લોકોને બે પદ્ધતિથી મળશે. પહેલી રેશન કાર્ડ અને બીજી ૨ કિલોવોટ અથવા તેનાથી ઓછી વિજળીના ગ્રાહક હશે. તેમાં પાંચ લાખ રૂપિયાનો વાર્ષિક વીમો મળશે અને તેના માટે વિજળી બિલ અથવા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાર્ડની શરતો હેઠળ લોકોને લાભ અપાશે.મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની આ યોજનાનો લાભ દિલ્હીવાસીઓને ક્યારે મળશે? જેના પર ડૉ. કીર્તિભૂષણે જણાવ્યું કે અત્યારે એક મહિનામાં યોજનાની આખી ફાઈલ તૈયાર કરાશે. ત્યારબાદ સરકાર તેના પર વિચાર કર્યા બાદ ડિસેમ્બર સુધી તેને લાગુ કરવાનો નિર્ણય કરશે. તેમણે આશા વ્યક્ત કરી કે ડિસેમ્બર ૨૦૧૮ થી ફેબ્રુઆરી ૨૦૧૯ વચ્ચે દિલ્હીવાસીઓને તેનો લાભ મળવાનો શરૂ થઈ શકે છે.

Related posts

સહારનપુર હિંસા માટે ભાજપ-આરએસએસ જવાબદાર, સીએમ યોગીને કરીશું ફરિયાદ : માયાવતી

aapnugujarat

आम आदमी को RBI का तोहफा! ब्याज दरों में हुई 0.25% की कटौती

aapnugujarat

प. बंगाल में बवाल : BJP कार्यकर्ताओं पर पुलिस ने किया लाठीचार्ज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1