Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

૯ હજાર એનજીઓની તપાસ કરવા કેન્દ્રનો આદેશ

બિહારના મુઝફ્ફરપુર અને ઉત્તર પ્રદેશના દેવરિયામાં શેલ્ટર હોમમાં સગીરાઓના જાતીય શોષણની ઘટનાઓ સામે આવ્યા બાદ હવે દેશભરની એનજીઓની તપાસ કરવામાં આવશે. દેશભરની નવ હજાર જેટલી એનજીઓની તપાસ કરવાના કેન્દ્ર સરકારે આદેશ આપ્યા છે. દેશના જુદાજુદા ક્ષેત્રોમાં નિસહાય લોકોને આસરો આપવાના નામે ચલાવવામાં આવતી આવી એનજીઓના કેન્દ્ર સરકાર દ્વારા ઓડિટ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે મંગળવારે આના સંદર્ભે આદેશ આપ્યો હતો અને બે માસમાં રિપોર્ટની સોંપણીના નિર્દેશ પણ આપ્યા છે.
આવી સંસ્થાઓના સોશયલ ઓડિટની જવાબદારી બાળ અધિકાર સંરક્ષણ પંચની હોય છે. આ તપાસ દરમિયાન નિસહાય, ત્યક્તા અથવા અપરાધીઓના ચુંગલમાંથી છોડાવવામાં આવેલા બાળકો માટેના શેલ્ટર હોમ્સમાં બાળકોની સંખ્યા, બિસ્તર અને અન્ય સુવિધાઓની પણ ચકાસણી કરવામાં આવશે. આવી એનજીઓના સંચાલકો સાથે જોડાયેલી વિગતવાર જાણકારી પણ મેળવવામાં આવશે. આવી ઘણી સંસ્થાઓને કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા નાણાંકીય મદદ મળી રહી છે. કેટલાકનું સંચાલન રાજ્ય સરકારો દ્વારા પણ થઈ રહ્યું છે. તો કેટલીક અન્ય સંસ્થાઓ બિનસરકારી સંગઠનો દ્વારા સંચાલિત થઈ રહી છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ શેલ્ટર હોમ્સના કેન્દ્રીકરણની તરફદારી કરી છે અને તેમણે કહ્યુ છે કે આમ કરવાથી આ ઘટનાઓ પર અસરકારક રીતે નજર રાખવી શક્ય બનશે. તેમણે કહ્યું છે કે શક્ય છે કે અન્ય કેટલાક ઠેકાણે આવી વાત સામે આવે. આવી સંસ્થાઓને નાણાંકીય મદદ આપવા સિવાય અન્ય બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું નથી.

Related posts

पहली बार मिला राज्यसभा में बोलने का मौका : अल्फोंस

aapnugujarat

2 Rohingya men arrested from India-Bangladesh border near Tripura

aapnugujarat

PM Modi to Inaugurate ‘Garvi Gujarat Bhavan’ in New Delhi on September 2

aapnugujarat

Leave a Comment

UA-96247877-1