Aapnu Gujarat
गुजरात

ધરોઈ ડેમ હજુ ખાલી

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો ધરોઈ ડેમ ગત વર્ષ કરતા હજુ ૩ ગણો ખાલી છે. ઉત્તર ગુજરાતમા વરસાદ ખુબ જ ઓછો પડ્યો છે, જેના કારણે ધરોઈ ડેમ સુકાતો નજરે જોવા મળી રહ્યો છે.ધરોઈ ડેમએ સમગ્ર ઉત્તર ગુજરાતને પાણી પૂરું પાડે છે. ત્યારે આ ડેમ હાલ સુકાતો નજરે જોવા મળી રહ્યો છે.
ઉપરવાસમાં વરસાદ ના પડતા ધરોઈ ડેમમાં નીરની આવક થઈ નથી. જ્યારે ધીરે ધીરે આ ડેમમા પાણી ઓછું થઈ રહ્યું છે. ગત વર્ષ ૨૦૧૭ના જુલાઈ મહિનાની વાત કરીએ તો જુલાઈ ૨૦૧૭માં ૧૦ ગેટ ડેમના ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા.જ્યારે અત્યારે પાણી ન હોવાના કારણે એક પણ દરવાજો ડેમનો ખોલવામાં આવ્યો નથી. જો હજી ઉપરવાસમાં વરસાદ ના પડે તો ડેમના તળિયા દેખાઈ શકે છે. ઉત્તર ગુજરાતમા અતિભારે વરસાદની આગાહી ફારસ સાબિત થઈ છે. મહેસાણા જિલ્લામા મેઘરાજા રિસાયા છે અને આ વખતની ચોમાસાની સીઝનમા સરેરાશ ૨૦ ટકા જેટલો જ વરસાદ વરસ્યો છે.
ગત વર્ષની સરખામણીએ ડેમ ૩ ગણો ખાલી દેખાઈ રહ્યો છે. તો બીજી બાજુ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં રોજિંદા ૧૬ કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જોકે ડેમમાં પાણીની અત્યારની સ્થતિને જોઈ અહીં ફરવા આવતા લોકો અને ખેડૂતો પણ નિરાશ થઈ રહ્યાં છે.જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં આવે તો મુશ્કેલી ઉભી થઇ શકે છે.

Related posts

હિંમતનગરમાં ૩ હજાર ટન ખાતર આવ્યું

editor

जीएसटी के विरोध में १२ तारीख को कापड़ उद्योग के व्यापारियों-कारीगरों की महारैली होगी

aapnugujarat

કોમર્શિયલ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી ચાલુ રાખવા માટે સૂચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1