Aapnu Gujarat
मनोरंजन

ગોલ્ડ અને ચક દે ઈન્ડિયા ફિલ્મ તુલના હાસ્યાસ્પદ : અક્ષય

ટોચના એક્શન કમ કોમેડી સ્ટાર અક્ષય કુમારે કહ્યું હતું કે અમારી ફિલ્મ ગોલ્ડ અને યશ રાજની ચક દે ઇન્ડિયા વચ્ચે તુલના કરવી હાસ્યાસ્પદ ગણાય. ’અમારી ફિલ્મ એક સત્યઘટના પર આધારિત છે, ઇતિહાસ છે જ્યારે ચક દે ઇન્ડિયા એક વ્યક્તિને થયેલા અનુભવ અને કાલ્પનિક કથા પર આધારિત ફિલ્મ હતી. એટલે ગોલ્ડ અને ચક દે ઇન્ડિયાની તુલના શક્ય નથી’ એમ અક્ષય કુમારે જરા પણ શબ્દો ચોર્યા વિના કહ્યુ ંહતું.
એણે વધુમાં ઉમેર્યું હતું કે ગોલ્ડની કથા ઇંગ્લેંડમાં ૧૯૪૮માં યોજાએલા ઓલિમ્પિક્સ રમતોત્સવની કથા છે જ્યારે ચક દે ઇન્ડિયા ૨૦૦૨માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા હૉકી ટીમે મેળવેલા વિજયની ઘટનામાં કાલ્પનિક પ્રસંગો ઉમેરીને બનાવાયેલી ફિલ્મ છે. ક્યાં ઓલિમ્પિક્સ અને ક્યાં કોમનવેલ્થ ગેમ્સ ? આ બંને ફિલ્મોની તુલના શક્ય જ નથી. જે લોકો આવી તુલના કરે છે એ લોકો હાસ્યાસ્પદ વાત કરી રહ્યા છે એમ હું માનું છું.  રીમા કાગતી નિર્દેશિત ગોલ્ડમાં ભારતીય હૉકી ટીમના સહાયક મેનેજર તપન દાસની વાત છે. આ રોલ અક્ષય કુમારે કર્યો છે. તપન દાસનું સપનું હતું કે બ્રિટિશ રાજની ચુંગાલમાંથી મુક્ત થયેલા ભારત દેશે બ્રિટનના પાટનગર લંડનમાં યોજાએલા ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવવો જોઇએ. એણે પોતાની ટીમને જે રીતે પ્રોત્સાહિત કરી અને જે રીતે ગોલ્ડ મેડલ જીતવા શારીરિક-માનસિક રીતે તૈયાર કરી એની કથા છે.

Related posts

સંજય લીલા ભણસાલી કરણ જોહરના શોમાં ‘પદ્માવત’નું પ્રમોશન કરશે

aapnugujarat

સ્વરા ભાસ્કરને બોલિવુડમાં ૮ વર્ષ પૂર્ણ થયા

aapnugujarat

ન્યુડ સીનને લઇ સ્કારલેટ જોન્સનને વાંધો નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1