Aapnu Gujarat
मनोरंजन

૮ વર્ષ બાદ સાથે દેખાશે અભિષેક-ઐશ્વર્યા

બોલિવુડના જાણીતા કપલ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલિવુડ ઈવેન્ટ્‌સમાં અવારનવાર સાથે જોવા મળે છે. બંને ઘણી ફિલ્મો સાથે પણ કરી ચૂક્યા છે. બંનેએ સાથે ૨૦૧૦માં મણિરત્મની ફિલ્મ ‘રાવણ’માં કામ કર્યું હતું. ત્યારે હવે ચર્ચા છે કે ૮ વર્ષ બાદ બંને ફરી એકવાર સાથે સ્ક્રીન શેર કરી શકે છે.
રિપોર્ટ પ્રમાણે, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન અનુરાગ કશ્યપના નેક્સ્ટ પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે. અનુરાગના પ્રોડક્શન હાઉસની ફિલ્મનું નામ ‘ગુલાબ જામુન’ હશે, જેને સર્વેશ મેવારા ડાયરેક્ટ કરશે. આ ફિલ્મની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે. એવી વાત સામે આવી હતી કે આ જોડીએ આ ફિલ્મ કરવાની ના પાડી હતી. પરંતુ બાદમાં બંનેને સ્ક્રીપ્ટ પસંદ આવતા હા પાડી દીધી છે.
તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યા અને અભિષેકના લગ્નને એપ્રિલમાં ૧૦ વર્ષ પૂરા થયા છે. હાલ ઐશ્વર્યા પોતાની આગામી ફિલ્મ ‘ફન્ને ખાં’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રોકસ્ટારની ભૂમિકામાં જોવા મળશે, તેના પાત્રનું નામ બેબી સિંહ છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા ઉપરાંત અનિલ કપૂર પણ છે. આ ફિલ્મ ૩ ઓગસ્ટે રિલીઝ થશે.
ઐશ્વર્યા અને અભિષેક અત્યાર સુધી ૮ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મોના નામ છે- ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’, ‘કુછ ના કહો’, ‘ઉમરાવ જાન’, ‘ધૂમ ૨’, ‘ગુરુ’, ‘સરકાર રાજ’ અને ‘રાવણ’.

Related posts

Very excited about working with Arjun : Rakul Preet Singh

aapnugujarat

निक के बिना भारत लौटी प्रियंका के चेहरे पर साफ दिखी उदासी

aapnugujarat

सोनू सूद बने टॉप ग्लोबल एशियन सेलिब्रिटी 2020

editor

Leave a Comment

UA-96247877-1