Aapnu Gujarat
Uncategorized

પરિણિતાને બ્લેકમેલ કરી યુવકે દુષ્કર્મ આચર્યું

એક તરફ સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની મોટી વાતો કરવામાં આવી રહી છે. બીજી તરફ શહેરી વિસ્તારોમાં પણ મહિલાઓ પરના અત્યાચારમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા જ એક બનાવમાં બહેનપણીના પતિએ સાથે ફરવા આવેલી પરિણીતાના ફોટા પાડયા હતા. બાદમાં આ ફોટામાં મિક્સિંગ કરી બિભત્સ બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે ભોગ બનેલી પરિણીતાએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના કાલાવડ રોડ પર મોટામૌવા નજીક રહેતી પરિણિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા છ વર્ષ પૂર્વે લગ્ન થયા છે અને ઘરકામ કરૂ છું. થોડા વર્ષો અગાઉ સાથે જ ઘરકામ કરતી બહેનપણી શિલ્પાબેને તેના પતિ ગૌરીદાસ ઉર્ફે મુન્નો ગોરદનદાર મેસવાણી સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ સાતેક મહિના પહેલા હું બહેનપણી અને તેના પતિ સાથે ફરવા ગઇ હતી. દરમિયાન શિલ્પાબેનના પતિએ પોતાના મોબાઇલમાં યાદગીરી માટે ફોટા પાડ્યા હતા.
ત્યારબાદ ફોટામાં એંડિટિંગ કરી તેને બિભત્સ ફોટા બનાવી અને તે સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દઇ બદનામ કરવાની ધમકી આપી બળજબરી પુર્વક શરીર સંબંધ બાધ્યા હતા. બાદમાં અવારનવાર તેના પત્ની શિલ્પાબેન હાજર ન હોય ત્યારે ધમકી આપી બોલાવી દુષ્કર્મ ગુજારતો હતો. થોડા દિવસ પહેલા પણ ઘરે કોઇ ન હોય તારૂ કામ છે કહી બોલાવીને બળજબરી કરી હતી. વારંવારના આ અત્યાચારથી કંટાળી મહિલાએ અંતે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related posts

ભાવનગરમાં વિદ્યાર્થી ગાંજા સાથે ઝડપાયો

aapnugujarat

अहमदाबाद का बापा सिताराम ट्रस्ट सोमनाथ में सफाई करेगा

aapnugujarat

મહાત્મા ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે ૧૬૪ વર્ષ જૂની સ્કૂલ બંધ કરી દેવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1