Aapnu Gujarat
गुजरात

ઈમરજન્સી સમયે દૂરદર્શન કોંગ્રેસનાં ગુણગાન ગાતું હતું : અમિત શાહ

ઇમરજન્સીની ૪૩મી વરસીને ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં કાળા દિવસ તરીકે મનાવી રહી છે. આ દિવસે ભાજપના તમામ નેતા અને કેન્દ્રીય મંત્રી દેશના જુદા જુદા હિસ્સામાં જનસભાઓ કરી રહ્યા છે અને ઇમરજન્સીના ગાળા દરમિયાન થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરી રહ્યા છે. આ ક્રમમાં વડાપ્રધાન મોદીએ એકબાજુ મુંબઈમાં અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં જનસંઘ અને સંઘના કાર્યકરોને સંબોધન કર્યું હતું. અમિત શાહે કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ આકાશવાણીને કોંગ્રેસવાણી બનાવીને મુકી દીધી હતી. દૂરદર્શન ઉપર માત્ર સરકારના ગુણગાન કરવામાં આવતા હતા. એટલું જ નહીં તે વખતે કિશોર કુમારના ગીતો સાંભળવા ઉપર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે, ભારત દુનિયાની સૌથી જુની લોકશાહી સત્તા તરીકે છે. અમારા દેશમાં લોકશાહીની જડ એટલી ઉંડી છે કે, એક નહીં ૧૦૦ ઇન્દિરા ગાંધી થઇ જાય તો પણ લોકશાહીને ખતમ કરવાની બાબત શક્ય ન હતી. ઇમરજન્સીના ગાળા દરમિયાન તેમની પ્રશંસા કરનારાઓની બોલબાલા હતા. આ લોકોએ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ ઇન્દિરા જેવા નારા તેમને ખુશ કરવા માટે લગાવ્યા હતા. શાહે કહ્યું હતું કે, આજે જે લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતાની જે લોકો વાતો કરે છે તે લોકોએ પોતાના પૂર્વગામી દ્વારા કરવામાં આવેલા કામોને ધ્યાનમાં લેવા જોઇએ. રાહુલ ગાંધીને પોતાની પાર્ટીના ઇતિહાસને યાદ કરી લેવો જોઇએ. કઇ રીતે કોંગ્રેસ પાર્ટીએ બંધારણ ઉપર ઇમરજન્સીની તલવાર ચલાવી હતી અને દેશની બંધારણીય સંસ્થાઓને બુલડોઝરથી ધ્વસ્ત કરી નાંખી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ સૌથી જુની પાર્ટી હોવા છતાં સમાપ્ત થવાની દિશામાં છે. પાર્ટીમાં આંતરિક લોકશાહીને ખતમ કરીને વંશવાદની સ્થાપના કરવામાં આવી હતી.
અમિત શાહે દાવો કર્યો હતો કે, તેઓ તે પાર્ટીના અધ્યક્ષ છે જે પાર્ટીમાં દર ત્રણ વર્ષમાં ચૂંટણી થાય છે અને તેમના જેવા પોસ્ટર લગાવનાર કાર્યકર અધ્યક્ષ પણ બની જાય છે. અમિત શાહે જુદા જુદા વિષય પર કોંગ્રેસ પાર્ટી ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. ઇમરજન્સીના ગાળા દરમિયાન લોકશાહીની વાત કરનારને જેલમાં ધકેલી દેવામાં આવતા હતા. અખબારો ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા હતા. ભાજપે આ દિવસ મનાવવાનો નિર્ણય કર્યો છે. કારણ કે ઇમરજન્સી દેશના લોકશાહી ઇતિહાસમાં એક કાળા પ્રકરણ તરીકે છે. દેશની પ્રજા ક્યારે પણ ન ભુલે કે ઇમરજન્સી કેટલી ખતરનાક બાબત છે. અમિત શાહે કહ્યું હતું કે, દોઢ લાખથી વધુ લોકોએ પોતાના જીવનના ૨૧ મહિના જેલમાં ગાળ્યા હતા. આ દોઢ લાખમાંથી ૯૫ હજાર લોકજનસંઘ અને સ્વયં સેવક સંઘના હતા. સંઘના લોકોએ સૌથી વધારે અત્યાચારનો સામનો કર્યો હતો. અમિત શાહ દિનેશ હોલમાં આયોજિત કાર્યક્રમમાં મિશા બંધુઓનું સન્માન કર્યું હતું અને સંબોધન કર્યું હતું. ઇમરજન્સી દરમિયાન જેલ જનાર મિશા બંધુઓ સૌથી વધુ હતા.

Related posts

ગરમીથી ત્રાસી લોકો હિલ સ્ટેશન તરફ વળ્યા

aapnugujarat

વડોદરામાં કલેકટર પી.ભારતીના અધ્યક્ષસ્થાને NCLP સોસાયટીની બેઠક યોજાઇ

aapnugujarat

ગુજરાતમાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ની વાતો માત્ર સુફીયાણી, રિપોર્ટમાં ખુલાસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1