Aapnu Gujarat
शिक्षा

મેડિકલમાં પ્રવેશ લેવા માટેના ડોમિસાઇલ નિયમને બહાલી

રાજ્યમાં સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં સ્ટેટ ક્વોટાની ૮૫ ટકા બેઠકો પર પ્રવેશ માટે રાજ્ય સરકારે ડોમિસાઈલ સર્ટીફિકેટ ફરજિયાત કર્યું છે. જેમાં કેટલાક વાલીઓએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી તે મામલે આજે હાઈકોર્ટે ચુકાદો આપતા રાજ્ય સરકારે ધો. ૧૦ અને ૧૨નો અભ્યાસ ગુજરાતમાં કર્યો હોવાનો નિયમ યોગ્ય ગણાવ્યો હતો. હાઇકોર્ટે જે વિદ્યાર્થીઓએ ધોરણ-૧૦ અને ૧૨નો અભ્યાસ ગુજરાત રાજયમાંથી પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશમાં પ્રાધાન્યતા આપતાં ડોમિસાઇલ સર્ટિફિકેટના સરકારના નિર્ણયને બહાલ રાખ્યો હતો. વધુમાં હાઇકોર્ટે ગુજરાત બહાર જે વિદ્યાર્થીઓએ ધો. ૧૦ અને ધો. ૧૨નો અભ્યાસ કર્યો હોય અને ગુજરાતનું ડોમિસાઈલ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ અંગેનો નિર્ણય આજે જ લેવા માટે આદેશ કર્યો છે. એડમિશન પ્રક્રિયાનું કાઉન્સેલિંગ આજે હોવાથી હાઈકોર્ટે રાજ્ય સરકારને આજે જ રાજ્ય બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ અંગેનો નિર્ણય લેવા આદેશ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલા કાયદાકિય સુધારા બાદ ડોમિસાઈલ સર્ટીફિકેટના મુદ્દે વિવાદ શરૂ થયો હતો ત્યારે અનેક વિદ્યાર્થીઓ મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે વંચિત ન રહી જાય તે માટે હાઈકોર્ટમાં પિટિશન ફાઈલ કરી હતી. હાઈકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ આજે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.

Related posts

શાળા-કોલેજોમાં મોબાઇલ લઇ જવા પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

aapnugujarat

મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં ૩૦૦૦ તાલીમાર્થીઓની ભરતી કરાશે

aapnugujarat

अहमदाबाद में इंजीनियर ने शुरू की चाय की केतली

editor

Leave a Comment

UA-96247877-1