Aapnu Gujarat
खेल-कूदताजा खबर

રોનાલ્ડોની હેટ્રિકથી સ્પેન અને પોર્ટુગલ વચ્ચે મેચ ડ્રો

રશિયામાં શરૂ થયેલા ફીફા વર્લ્ડ કપમાં રોમાંચ મેચોનો દોર જારી રહ્યો છે. એકબાજુ પ્રથમ મેચમાં ઇજિપ્ત પર ઉરુગ્વેએ છેલ્લી ઘડીએ કરવામાં આવેલા ગોલની મદદથી જીત મેળવી હતી. જ્યારે મોરક્કોની ઇરાન સામે આત્મઘાતી ગોલના કારણે હાર થઇ હતી. સૌથી રોમાંચક મેચ ધારણા પ્રમાણે જ પોર્ટુગલ અને સ્પેન વચ્ચે રહી હતી. આ મેચમાં છેલ્લી ઘડીએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ શાનદાર ગોલ કરીને ફીફા વર્લ્ડ કપ ૨૦૧૮માં પ્રથમ હેટ્રિક કરી હતી. તેની હેટ્રિકની મદદથી ગ્રુપ બીની સૌથી મુશ્કેલ મેચમાં સ્પેન સામે પોર્ટુગલ મેચને ૩-૩થી બરોબર કરવામાં સફળ રહ્યુ હતુ. સ્પેનની ટીમ ૮૮મી મિનિટમાં ૩-૨ ગોલથી આગળ હતી. પરંતુ પીકની ભુલના કારણે પોર્ટુગલને ફ્રી કિક મળી ગઇ હતી. જેને રોનાલ્ડોએ ગોલમાં ફેરવીને સ્પેનની છાવણીમાં સોપો પાડી દીધો હતો. રોનાલ્ડોએ મેચમાં ચોથી, ૪૪મી અને ૮૮મી મિનિટમાં ગોલ કર્યા હતા. સ્પેન માટે ડિએગો કોસ્ટાએ ૨૪ અને ૫૫મી મીનિટમાં ગોલ કર્યા હતા.સ્પેને ત્રણ મિનિટના ગાળામાં જ બે ગોલ કરીને લીડ મેળવી લીધી હતી. અગાઉ સ્પેન અને પોર્ટુગલ વચ્ચે વર્લ્ડ કપમાં આ પહેલા ૨૦૧૦માં ટક્કર થઇ હતી. જેમાં ૬૩મી મીનિટમાં ડેવિડ વિલ્લાના ગોલની મદદથી સ્પેને જીત મેળવી હતી.૨૦૧૦માં સ્પેને ચેમ્પિયનશીપ જીતી હતી. ઇરાને મોરક્કો પર ૧-૦થી જીત મેળવી હતી. અજીજ હોહાદોજે આત્મઘાતી ગોલ કર્યો હતો. જેથી ટીમની હાર થઇ હતી. એકાતેરિનબર્ગ એરિનામાં રમાયેલી ફિફા વર્લ્ડકપની બીજી મેચમાં ઉરુગ્વેએ ઇજિપ્ત ઉપર ૧-૦થી જીત મેળવી હતી. આ જીતની સાતે ઉરુગ્વેએ ટુર્નામેન્ટમાં જોરદાર શરૂઆત કરી હતી. વિજેતા ટીમ માટે એકમાત્ર ગોલ ગિમેનેજે ૮૯મી મિનિટમાં કર્યો હતો. આ મેચમાં ઇજિપ્તની ટીમે સ્ટાર ખેલાડી મોહમ્મદ સલાહની અછત દેખાઈ હતી. સલાહ ઇજાગ્રસ્ત હોવાથી આજની મેચ રમ્યો ન હતો. એક વખતે એવું લાગી રહ્યું હતું કે, ઇજિપ્ત આ મેચને સરળતાથી ડ્રો કરાવી લેશે પરંતુ બીજા હાફના અંતિમ સમયમાં ડિફેન્ડર ગિમેનેજે જોરદાર કિક મારફતે ગોલ ફટકાર્યો હતો. જો કે ત્યારબાદ ઇજિપ્તે મેચને બરોબરી પર લાવવાના તમામ પ્રયાસો કર્યા હતા. બીજી બાજુ સ્ટાર ખેલાડી સુઆરેજે ગોલ કરવાની એક સરળ તક ગુમાવી દીધી હતી.

Related posts

बारिश के कारण रद्द हुआ भारत और विंडीज के बीच पहला वनडे

aapnugujarat

મોદી સરકારનું મોટુ પગલું, માત્ર ૧૦ રુપિયામાં મળશે સારવાર

aapnugujarat

રાજસ્થાનમાં ક્ષેત્રીય પક્ષનું પ્રભુત્વ : સચિન પાયલોટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1