Aapnu Gujarat
राष्ट्रीय

રામ મંદિર નિર્માણ માટે સરકાર અધ્યાદેશ લાવી શકે છે : સ્વામી

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એકવાર ફરીથી રામ મંદિરનો મુદ્દો ઉઠાવીને એક મોટુ નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે જો આગામી વર્ષ સુધીમાં સરકારને રાજ્યસભામાં બહુમતી પ્રાપ્ત થઇ જાય છે તો, તેઓ સંસદમાં રામ મંદિર બનાવવા મુદ્દે બિલ લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે સ્વામીનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે કોર્ટ આ મુદ્દાનો બહાર ઉકેલ લાવવા માટે ટકોર કરી ચુકી છે.
એક ખાનગી ચેનલનાં કાર્યક્રમમાં સ્વામીએ કહ્યું કે, જો કોંગ્રેસ શાહ બાનો મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો બદલવા માટે વિધેયક લાવી શકે છે, તો સરકાર પણ અયોધ્યામાં મુદ્દે રામ મંદિર નિર્માણ માટે વિધેયક લાવી શખે છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં શાહ બાનો તરફથી દાખલ નિર્વહન ભથ્થા કેસનો હવાલો ટાંક્યો હતો.એનડીએ પાસે રાજ્યસભામાં હાલ બહુમતી નથી, પરંતુ અલગ અલગ રાજ્ય વિધાનસભાઓમાં તેમની વધી રહેલી સંખ્યાને જોતા લાગે છે કે ઉપરી સદનમાં પણ બહુમતી ટુંક જ સમયમાં પ્રાપ્ત થશે. એક નિવેદન અનુસાર અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટ તરફથી પોતાનાં તરફી ચુકાદો આવે તેવી આશા વ્યક્ત કરતા સ્વામીએ કહ્યું કે તેઓ કોર્ટને આ મુદ્દે રોજીંદી સુનવણીની માંગ કરશે.

Related posts

વારાણસીમાં મોદીએ જીત માટેની કેમેસ્ટ્રી દર્શાવી

aapnugujarat

હવે મોદી પર નહીં નીતિ પર વાત થશે : વિપક્ષની તૈયારી

aapnugujarat

સેંસેક્સ ૧૨૦ પોઇન્ટ ઘટ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1