Aapnu Gujarat
व्यापार

વોટ્‌સએપના યુઝર્સ માટે ખુશ ખબર, હવે એકસાથે ઘણા લોકો સાથે થશે ઓડિયો ચેટ

આઇફોનના યુઝર્સ વોટ્‌સએપ પર ઓડિયો કોલ ફીચરના ઉપયોગથી એકસાથે વધારે લોકો સાથે વાત કરી શકે છે. જેનાથી એ વાત સાફ થઇ ગઇ છે કે, વોટ્‌સએપ ટુંક સમયમાં તમામ સ્માર્ટફોન માટે એકસાથે વધારે લોકો સાથે વીડિયો કોલ પર વાત કરી શકાય તેવુ ફિચર બહાર પાડશે.વોટ્‌સએપે આ માટે સિલેક્ટ ઓલનો ઓપ્શન જોડ્યો છે.
નવા વોટ્‌સએપ માટે આઇફોન યુઝર્સને અપડેટ આપવામાં આવ્યો છે. જ્યારે એન્ડ્રોઈડના શોખીનો ૨.૧૮.૧૬ વર્ઝનની જરૂર પડશે. જે કેટલાક સ્માર્ટ ફોનમાં લેટ પણ આવી શકે છે.ગ્રુપ વીડિયો કોલ બિલ્કુલ ફોન કોલની માફક જ રહેશે. જેમાં સ્પીકર, વીડિયો કોલ, મ્યૂટ જેવા વિકલ્પો આપવામાં આવશે. પરંતુ આ વીડિયો કોલ કેટલા મિનિટ સુધી ચાલુ રાખી શકશો તેની માહિતી નથી આપવામાં આવી.

Related posts

સેંસેક્સમાં ૨૨૪ પોઇન્ટનો કડાકો

aapnugujarat

જાન્યુઆરી મહિનામાં FPI દ્વારા જાન્યુઆરીમાં ૨૨૦૦૦ કરોડ ઠલવાયા

aapnugujarat

પેટીએમે ભારતમાં ક્રેડિટ કાર્ડ બિઝનેસ શરૂ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1