Aapnu Gujarat
खेल-कूदताजा खबर

આજે હૈદરાબાદ-ચૈન્નઈ વચ્ચે પ્રથમ ક્વૉલિફાયર મેચ

મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની પ્રથમ ક્વાલિફાયર મેચ લીગ તબક્કામાં ટોપમાં રહેલી બે ટીમો સનરાઇઝ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર વચ્ચે રમાનાર છે. આ મેચમાં જીત મેળવનાર ટીમ સીધી રીતે ફાઇનલમાં પ્રવેશ કરશે. આ હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. યજમાન મુંબઇની ટીમ ક્વાલિફાઇંગ કરવામાં નિષ્ફળ રહી છે પરંતુ મુંબઇના ચાહકોમાં અને દેશના ચાહકોમાં કોઇ હતાશા નથી. બે ટોપ ટીમો વચ્ચે જોરદાર ફાઇટ ટુ ફિનિશ જંગ ખેલાય તેવી શક્યતા છે. મેચને લઇને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.
મેચનુ પ્રસારણ આવતીકાલે સાત વાગ્યાથી કરવામાં આવનાર છે. કેન વિલિયમસનના નેતૃત્વમાં સનરાઇઝ હૈદરાબાદની ટીમે જોરદાર દેખાવ કરીને તમામને ચોંકાવી દીધા છે.
કેપ્ટન વિલિયમસન ઉપરાંત શિખર ધવન શાનદાર ફોર્મમાં રહ્યા છે. તેમના પર આવતીકાલે પણ મુખ્ય આધાર રહેશે. તેના લીગ તબક્કામાંથી ૧૮ પોઇન્ટ છે. બીજી બાજુ ચેન્નાઇના પણ ૧૮ પોઇન્ટ છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં આ ટીમમાં સુરેશ રૈના, ધોની પોતે અને બ્રાવો તેમજ શેન વોટ્‌સન જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે.તેમની વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં સનરાઇઝની ચેન્નાઇની સામે હાર થઇ હતી. હવે સનરાઇઝ બદલો લેવા માટે તૈયાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ બે વર્ષના પ્રતિબંધ આઇપીએલમાં મેદાનમાં ઉતરી છે. મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ટીમનો જુસ્સો આસમાને છે. ધોનીના નેતૃત્વ વોટસન, બ્રાવો, રૈના હાલ ફોર્મમાં ચાલી રહ્યા હોવાથી ચેન્નાઈ સુપર હોટફેવરિટ ઉભરી રહી છે. જ્યારે સનરાઈઝ હૈદરાબાદ ટીમ પણ આ સિઝન દરમિયાન સૌથી આગળ ચાલી રહી છે. કેન વિલિયમસનના નેતૃત્વમાં શિખર ધવન, અગ્રવાલ જેવા ખેલાડીઓ ફોર્મ દેખાઈ રહ્યા છે જેથી તે પણ મેચ જીતવા માટે પ્રબળ દેખાઈ રહી છે.
આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બન શકે છે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ છે. તમામ મેચોમાં જોરદાર રોમાંચ જોવા મળ્યો હતો.
ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી હતી. આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. લીગ તબક્કાની ૫૬ મેચો પૂર્ણ થઇ ચુકી છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. જેમાં ચેન્નાઇ, હૈદરાબાદ, કોલકત્તા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. વર્તમાન ચેમ્પિયન મુંબઇની ટીમ સ્પર્ધામાંથી આઉટ થઇ ગઇ છે. આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમ્યા હતા. હાલમાં જ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી.
૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયા દ્વારા કરાશે આ પહેર્લા ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં મેચો ખુબ રોમાંચક રહી છે.

Related posts

सोना तीन महीने के उच्चतम स्तर पर, चांदी 500 रुपए टूटी

aapnugujarat

एंडरसन के पास टेस्ट रैंकिंग में शीर्ष पर पहुंचने का मौका

aapnugujarat

૨૬/૧૧ હુમલાને ભારત ક્યારેય ભુલી ન શકે : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1