Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

સરકાર વચનો પાળવાની દિશામાં કામ કરી રહી છે : સર્વે

કર્ણાટક વિધાનસભાની ચૂંટમીના પરિણામ મંગળવારના દિવસે જાહેર કરવામાં આવનાર છે ત્યારે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની કામગીરીને લઇને કરવામાં આવેલા સર્વેના તારણ જારી કરવામાં આવ્યા છે. કેન્દ્રમાં મોદી સરકાર સત્તામાં ચાર વર્ષ પૂર્ણ કરી રહી છે. હાલમાં કરવામાં આવેલા એક સર્વેમાં ૫૬ ટકા લોકોએ મોદી સરકારની કામગીરીમાં પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકોનુ કહેવુ છે કે સરકાર પોતાના વચનને પાળવાની દિશામાં યોગ્ય દિશામાં કામ કરી રહી છે. લોકોનુ કહેવુ છે કે સરકાર તમામ મોરચે ગંભીર દેખાઇ રહી છે. એક કોમ્યુનિટી સોશિયલ મિડિયાના પ્લેટ ફોર્મ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ૧૦માંથી છ લોકો માની રહ્યા છે કે મોદી સરકાર આશા મુજબ આગળ વધી રહી છે. કેટલાક તો એમ માને છે કે અપેક્ષા કરતા સારુ કામ કર્યુ છે. સર્વેમાં સામેલ કરવામાં આવેલા ત્રણ ચતુર્થાશ લોકોએ કહ્યુ છે કે પાકિસ્તાનની સામે પણ યોગ્ય જવાબ સરકાર આપી રહી છે. ૫૪ ટકા લોકોનુ કહેવુ છે કે ટેક્સ ટેરરિઝમમાં ઘટાડો થયો છે. લોકોનુ કહેવુ છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના સફળ સાબિત થઇ છે. પોતાના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચાર વર્ષના મોદીના શાસનકાળ દરમિયાન ૫૬ ટકા લોકો માને છે કે ચાર વર્ષ અગાઉ ઘોષણાપત્રમાં જે વાત કરવામાં આવી હતી તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. સત્તારૂઢ પાર્ટી પ્રત્યે લોકોની અપેક્ષા ઝડપથી ઘટી રહી છે ત્યારે આ આંકડા મોદી સરકાર માટે સારા સંકેત સમાન છે. આના કારણે વધારે ફાયદો આગામી ચૂંટણી દરમિયાન પણ સરકાર ઉઠાવી શકે છે. છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલા સર્વેમાં આ બાબત સપાટી પર આવી છે કે સરકારના પ્રદર્શન પર લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. એજન્સી મુજબ ૨૦૧૬ પોલમાં આશરે ૬૪ ટકા લોકોનુ માનવુ હતુ કે સરકાર સારુ કામ કરી રહી છે. આ વર્ષે આ આંકડો ૫૭ ટકા રહ્યો છે. સર્વેમાં સામેલ કરવામા ંઆવેલા કેટલાક લોકોએ ફરિયાદ કરી છે કે પોતાના ક્ષેત્રમાં વિકાસ અને સમસ્યાઓને દુર કરવા માટે સ્થાનિક સાંસદો રસ દર્શાવી રહ્યા નથી. લોકસભા ચૂંટણીથી એક વર્ષ પહેલા આ સર્વે ભલે સરકારને રાહત આપે છે પરંતુ કેટલીક ખામીને દુર કરવામા ંઆવે તે જરૂર છે.
આ સર્વેમાં આશરે ૨૩ ક્ષેત્રના સંબંધમાં માહિતી સપાટી પર આવી છે. જેમાં લિવિંગ કોસ્ટ વધવા, સાંપ્રદાયિક મામલાને પ્રભાવિત રીતે હાથ ન ધરવાની બાબતનો સમાવેશ થાય છે. બેરોજગારીને લઇને પણ સરકારની ટિકા થઇ રહ છે. સરકારને બેરોજગારી દુર કરવા અને લોકોમાં આત્મવિશ્વાસ વધારી દેવાની જરૂર છે. રચનાત્મક પાસા પર ધ્યાન આપવામાં આવે તો જીએસટીના કારણે કિંમતોમાં વધારે વૃદ્ધિ નજરે પડતી નથી. આશરે ૩૨ ટકા લોકોનુ કહેવુ છે કે જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદ તેમના મહિનાના ખર્ચમાં ઘટાડો થયો છે. જ્યારે ૬૦ ટકા લોકોનુ કહેવુ છે કે તેમને કિંમતોમાં ફેરફારનો કોઇ અનુભવ થયો નથી. સર્વેમાં સામેલ થયેલા લોકોએ કહ્યુ છે કે જીએસટી અને નોટબંધી બાદ કેટલીક હદ સુધી કિંમતો સ્થિર રહી છે. આને સરકારના એક મોટા રચનાત્મક સંકેતો તરીકે જોવામાં આવે છે. કારણ કે આ બંને સાહસી નિર્ણયોના કારણે સરકારની વ્યાપક ટિકા થઇ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર લોકસભાની ચૂંટણી માટેની તૈયારીમાં લાગી ગઇ છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામની સીધી અસર લોકસભા ચૂંટણી અને આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી પર પણ જોવા મળી શકે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હવે ચૂંટણી યોજાનાર છે.

Related posts

Danger of economic recession in India, Central should take it seriously : Mayawati

aapnugujarat

આસામ-NRC ડ્રાફ્ટને લઈ સંસદમાં હોબાળો

aapnugujarat

આંધ્રપ્રદેશના અનંતપુરમાં ભૂખથી તડપતા માસૂમ બાળકોને ખાવા પડ્યા માટીના ઢેફા, બેના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1