Aapnu Gujarat
व्यापार

વોલમાર્ટ ફ્લિપકાર્ટના IPOને લઇ ઉત્સુક

રિટેલ ચેનની મુખ્ય અમેરિકી કંપની વોલમાર્ટ ઇંક, ફ્લિપકાર્ટના ઇનિશલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) લાવી શકે છે. ફ્લિપકાર્ટના આઈપીઓને લઇને વોલમાર્ટ દ્વારા ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારબાદ મૂડીરોકાણકારો માટે રસ્તો ખુલી જશે. પરેશાની એ છે કે, વોલમાર્ટ આ પ્રકારનો સોદો પૂર્ણ થઇ ગયા બાદ જ ચાર વર્ષ પછી કરી શકે છે. ફ્લિપકાર્ટમાં ગયા સપ્તાહમાં જ વોલમાર્ટે ૭૭ ટકા હિસ્સેદારી ખરીદવાની જાહેરાત કરી હતી. વોલમાર્ટ, ફ્લિપકાર્ટ પર ૧૬ અબજ ડોલર એટલે કે ૧.૦૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરનાર છે. આનાથી અમેરિકી કંપનીની ભારતમાં ઇ-કોમર્સ ક્ષેત્રમાં નેટવર્ક વધી જવાની તકો વધી જશે. તેના એક દશકની અંદર ૨૦૦ અબજ ડોલર સુધીની વૃદ્ધિ થવાનો સંકેત છે. અમેરિકાના શેરબજાર નિયામક એસઈસીને માહિતી આપવામાં જણાવવામાં આવ્યું છે કે, આ સોદાબાજી માટે થનાર રજિસ્ટ્રેશન અધિકાર સમજૂતિને લઇને ચાર વર્ષ બાદ ફ્લિપકાર્ટ માટે આઈપીઓ લાવી શકે છે. વોલમાર્ટનું કહેવું છે કે, આઈપીઓ માટે ફ્લિપકાર્ટના મુલ્યાંકન તેના દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનથી ઓછું રહેશે નહીં.

Related posts

જિપ, મહિન્દ્રા, ફોક્સવાગન પણ જાન્યુઆરીથી કારના ભાવ વધારશે

aapnugujarat

FPI દ્વારા ૯ સેશનમાં ૩૬૦૦ કરોડ પાછા ખેંચાયા

aapnugujarat

માલ્યાએ કહ્યું- બેંક અને વડાપ્રધાન મોદી બંનેની અલગ-અલગ વાતો, કોની પર વિશ્વાસ કરું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1