Aapnu Gujarat
मनोरंजन

મમતા કુલકર્ણીની ૨૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાશે

માદકદ્રવ્યોની હેરાફેરીના મામલામાં બોલીવુડની પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્લી જોરદારરીતે ફસાઈ ગઈ છે. માદક દ્રવ્યો અટકાયત કોર્ટે મહારાષ્ટ્રના થાણેમાં મમતા કુલકર્ણીની સંપત્તિને જપ્ત કરવાનો આદેશ આપી દીધો છે. વર્ષ ૨૦૧૬માં થાણે પોલીસે કેટલાક કરોડ રૂપિયાના કારોબાર કરનાર માદક દ્રવ્યો સાથે જોડાયેલી ટોળકીનો પર્દાફાશ કર્યો હતો જેમાં મુખ્ય આરોપીમાં મમતા કુલકર્ણીનું નામ ખુલ્યું હતું. ખાસ અદાલતના ન્યાયાધીશ એસએમ પટવર્ધને માદક દ્રવ્યોની ટોળકીના મામલામાં મમતા કુલકર્ણી ઉપસ્થિત ન થતાં મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં બનેલા ત્રણ ભવ્ય ફ્લેટને જપ્ત કરવાનો આદેશ જારી કરી દીધો છે. મમતાના આ ત્રણ ભવ્ય ફ્લેટની કિંમત ૨૦ કરોડથી ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે. વકીલ શિશિર હિરેનું કહેવું છે કે, તેમના તરફથી રજૂઆત કરાયા બાદ મમતાની આ ત્રણ સંપત્તિને જપ્ત કરવાના આદેશ જારી કરાયા છે. અત્રે નોંધનીય છે કે, ૨૦૦૦ કરોડ રૂપિયાના માદકદ્રવ્યો સાથે જોડાયેલા મામલામાં ઉપસ્થિત નહીં થયા બાદ મમતાને ભાગેડુ જાહેર કરાઈ હતી. મમતાને બે વર્ષ પહેલા વિક્કી ગોસ્વામી સાથે જોડાયેલા મામલામાં મુખ્ય આરોપી બનાવવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે, મમતા કુલકર્ણી પોતે માદકદ્રવ્યોના કારોબારમાં સક્રિયરીતે સામેલ હતી. પોલીસ મમતા કુલકર્ણી અને ગોસ્વામીના પ્રત્યાર્પણના પ્રયાસ કરનાર છે. હિરેનું કહેવું છે કે, કુલકર્ણીની સંપત્તિને જપ્ત કરવાની અપીલને લાંબા સમયથી પેન્ડિંગ રાખવામાં આવી હતી. પોલીસે એપ્રિલ ૨૦૧૬માં મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એવાન લાઇફ સાયન્સ લિમિટેડ પર દરોડા પાડ્યા હતા જેમાં ૨૦૦૦ કરોડ રૂપિયાની કિંમતના ૮.૫ ટન ઇફેડ્રીનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

Related posts

टाइटल ट्रैक बनाने में मजा आता है : रचिता अरोड़ा

aapnugujarat

I wants to be a complete performer like Michael Jackson : Tiger Shroff

aapnugujarat

नहीं निभा रही हूं अमृता प्रीतम का किरदार : तापसी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1