Aapnu Gujarat
व्यापार

ચીન સિલ્ક રોડ પ્રોજેક્ટના નામે અનેક દેશોને દેવાદાર બનાવી રહ્યું છે : આઈએમએફ

ઈંટરનેશનલ મોનિટરી ફંડના અધ્યક્ષ ક્રિસ્ટીન લેગાર્ડે ચીનને તેની જ ધરતી પરથી બરાબરનું સંભળાવ્યું છે. લેગાર્ડે તેના મહત્વકાંક્ષી સિલ્ક રોડમાં સામેલ થવા આડકતરી રીતે જંગી લોન આપીને જે તે દેશોને મોટા દેવા તળે લાવી દેવાની નીતિની ખુલ્લેઆમ અને આકરી ટીકા કરી હતી.
ચીનને ચેતવણી આપતા આઈએમએફના ક્રિસ્ટીન લેગાર્ડેએ કહ્યું છે કે, તે તેના મહાત્વાકાંક્ષી ગ્લોબલ ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે બીજા દેશોને લોનનો ભાર નાખે છે જે તેમના માટે મુસીબત બનશે. બેઈજિંગ ફોરમમાં જ ક્રિસ્ટિના લેગાર્ડે આમ કહ્યું હતું.ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો મહત્વકાંક્ષી વન બેલ્ટ વન રોડ ઈનિશેટિવ પ્રોજેક્ટ ૧ ટ્રિલિયન ડોલરનો છે. જેમાં એશિયાથી લઈને આફ્રિકા અને યૂરોપ સુધીના અનેક દેશોમાં રેલવે અને કંસ્ટ્રક્શન પ્રોજેક્ટ્‌સ પર કામ ચાલી રહ્યું છે. તેમાંથી મોટા ભાગના મોટા પ્રોજેક્ટ ચીનની કંપનીઓ બનાવી રહી છે અને તેના માટે ચીન જંગી લોન પણ આપે છે. જેથી જે તે દેશો ચીનના કરોડો રૂપિયાના દેવા હેઠળ આવી રહ્યાં છે.આમ પણ જંગી લોન આપીને જે તે નાના દેશોને પોતાના આધિપત્ય લાવવાની ચીનની ચાલની તો ઘણા સમયથી ટીકા થઈ જ રહી છે. હવે આઈએમએફના અધ્યક્ષ ક્રિસ્ટીન લેગાર્ડે બેઈજિંગ ફોરમમાં ચીન અને વિદેશી અધિકારીઓની હાજરીમાં જ કહ્યું હતું કે, આ જોડાણ આગળ જઈને એક વિશાળ સમસ્યાનું કારણ બની શકે છે. દેવું વધવાના કારણે બીજા ખર્ચ પર મર્યાદિત થઈ જશે. જે ચુકવણી માટે પડકારરૂપ બનશે.
કાર્યક્રમમાં ચીનની સેંટ્રલ બેંકના ચીફ યી ગેંગે કહ્યું હતું કે, ચાઈનીઝ બેંકોએ વન બેલ્ટ વન રોડમાં શામેલ દેશોને સસ્તા દરે લોન આપવામાં મોટી સફળતા હાંસલ કરી છે. જેનો જવાબ આપતા આઈએમએફના અધ્યક્ષે કહ્યું હતું કે, જ્યાં લોકોના માથે પહેલેથી જ દેવું છે તેવા દેશોમાં ફાઈનાંસની શરતોનું સાવધાનીપૂર્વક મેનેજમેંટ હોવું ખુબ જરૂરી છે.
શ્રીલંકા જેવા દેશ પહેલેથી જ દેવા તળે દબાયેલા છે અને તેમની પાસે હવે બહુમૂલ્ય સંપત્તિઓ ચીનને સોંપ્યા સિવાય કોઈ જ વિકલ્પ બચ્યો નથી.આ કોઈ ફ્રી લંચ નથી. આ એક એવી વસ્તુ છે બધા જ કુદી પડે છે. તે મધમાખીઓ માટે મધ નથી. લેગાર્ડે ચેતવણી આપી છે કે, મોટા ખર્ચના પ્રોજેક્ટ અધિકારીઓ માટે ભ્રષ્ટાચારની તકો પણ ઉભી કરે છે. બેલ્ટ એંડ રોડ પ્રોજેક્ટ્‌સનું સંચાલન કરનારા અનેક અધિકારીઓ સામે જ ગેલાડે કહ્યું હતું કે, પ્રોજેક્ટ નિષ્ફળ જવાનો અને ફંડનો દુરૂપયોગ થવાનો ભય હંમેશા રહે છે.

Related posts

સેન્સેક્સમાં ૭ પોઈન્ટનો મામૂલી સુધારો

aapnugujarat

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

aapnugujarat

फेस्टिव सीजन से पहले फ्लिपकार्ट का बैंकों के साथ गठजोड़

editor

Leave a Comment

UA-96247877-1