Aapnu Gujarat
व्यापार

બંધન બેંકની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર વધારો થયો

માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટોચની ૫૦ વેલ્યુએબલ કંપનીઓની યાદીમાં ખાનગી સેક્ટરની બેંક બંધન બેંકની એન્ટ્રી થઇ ગઇ છે. લિસ્ટિંગ બાદ તેની શેર કિંમતોમાં જોરદાર વધારો થયા બાદ બંધન બેંકની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. ૬૪૦ અબજ રૂપિયાની માર્કેટ મૂડી સાથે બંધન બેેંક એકંદરે બીએસઈ માર્કેટ મૂડી કંપનીઓની યાદીમાં ૫૦માં સ્થાને પહોંચી ગઈ છે. એક્સચેંજના ડેટામાં આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. ૨૭મી માર્ચ ૨૦૧૮ના દિવસે શેરબજારમાં તેની એન્ટ્રી થયા બાદથી માર્કેટ મૂડીમાં બંધન બેંકમાં સતત વધારો થઇ રહ્યો છે. બંધન બેંક ખુબ જ ઝડપથી કન્ઝ્‌યુમર ચીજવસ્તુઓની કંપનીઓને પાછળ છોડી રહી છે. ડાબર ઇન્ડિયા, બ્રિટાનિયા, ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, ટેક મહિન્દ્રા, ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને છેલ્લા ૧૦ કારોબારી સેશનમાં બંધન બેંક પાછળ છોડી ચુકી છે. દેશની આઠમી સૌથી વેલ્યુએબલ બેંક બંધન બેંક હવે યશ બેંકની પાછળ રહી છે. યશ બેંકની માર્કેટ મૂડી ૭૧૭ અબજની રહી છે. આજે ગુરુવારના દિવસે બંધન બેંકના શેરમાં ૧.૫ ટકાનો ઉછાળો થતાં તેના શેરની કિંમત ૫૪૦ રૂપિયા બોલાઈ હતી. શેરબજારમાં એન્ટ્રી કર્યા બાદથી તેના શેરમાં ૧૩ ટકાનો વધારો થઇ ચુક્યો છે. આ શેરમાં ૩૭૫ રૂપિયાના ઇશ્યુ પ્રાઇઝ કરતા ૪૪ ટકાનો વધારો થયો છે. આની સામે બીએસઈ સેંસેક્સમાં આ ગાળા દરમિયાન માત્ર ૨.૬ ટકાનો વધારો થયો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં પ્રથમ નવ મહિનાના ગાળામાં નેટ ઇન્ટરેસ્ટ માર્જિનનો આંકડો ૯.૯ ટકાનો રહ્યો છે. જ્યારે હાઈ રિટર્ન રેશિયો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં બેંકની માર્કેટ મૂડી ઝડપથી વધી શકે છે.

Related posts

आरबीआई ने रेपो रेट और रिवर्स रेपो रेट में की कटौती

aapnugujarat

इकोनॉमी आईसीयू की ओर बढ़ रही है : असुब्रमण्यन

aapnugujarat

દલાલ સ્ટ્રીટમાં તીવ્ર તેજી રહે તેવા સંકેત : પરિણામો ઉપર નજર હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1