Aapnu Gujarat
व्यापार

પાંચ રાજ્યોમાં અંદર ૧૫ એપ્રિલથી ઇ-વે બિલનો અમલ

રાજ્યોની અંદર થતા માલપરિવહન માટે ઇ-વે બિલનો અમલ ૧૫ એપ્રિલથી થશે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા એમ પાંચ રાજ્યોથી થશે. અગાઉ ૧ એપ્રિલથી ૫૦ હજાર રૂપિયાથી વધુની કિંમતના એકથી બીજા રાજ્યોમાં જતાં માલ પર ઇ-વે બિલ સિસ્ટમનો અમલ શરૂ થઇ ગયો છે.ઈ-વે બિલનો અમલ ઇન્ટ્રા સ્ટેટ એટલે કે રાજ્યોની અંદર ગુડ્‌સની મુવમેન્ટ માટે ૧૫ એપ્રિલથી થશે તેમ નાણાંમંત્રાલયના એક સ્ટેટમેન્ટમાં જણાવાયું છે. પ્રથમ તબક્કામાં ગુજરાત, કેરળ, યુપી સહિત પાંચ રાજ્યોમાં તેનો અમલ થશે. આના માટે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી તેમજ ટ્રાન્સપોર્ટર્સે સંબંધિત રાજ્યના ઇ-વે બિલ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કે એનરોલમેન્ટ કરાવવું પડશે.મહત્વનું છે કે ૧ એપ્રિલથી આંતરરાજ્ય ઇ-વે બિલનો અમલ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં કુલ ૬૩ લાખ બિલો જનરેટ થયા છે. એક માત્ર કર્ણાટક એવું રાજ્ય છે જેણે ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલનો અમલ ૧ એપ્રિલથી શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલની માર્ચ મહિનામાં મળેલી બેઠકમાં ઇન્ટર સ્ટેટ ઇ-વે બિલનો અમલ ૧ એપ્રિલ જ્યારે ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલનો અમલ ૧૫ એપ્રિલથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઇ-વે બિલ સિસ્ટમમાં ૫૦,૦૦૦ રૂપિયાથી વધુના સામાનને રોડ, રેલવે કે વિમાન કે જહાજ દ્ધારા એક રાજ્યથી બીજા રાજ્યમાં લઇ જવા પર લાગુ કરવામાં આવે છે. વસ્તુઓના પરિવહન પહેલા ઇ-વે બિલ તૈયાર કરવામાં આવે છે અને તેમાં કન્સાઇનર, કન્સાઇની અને ટ્રાન્સપોર્ટર સાથે સંબંધિત વિગતો સામેલ હોય છે.

Related posts

સોનાની આયાતમાં ૩૭ ટકા સુધીનો ડિસેમ્બરમાં વધારો

aapnugujarat

૬ કંપનીઓની માર્કેટ મૂડી ૫૨૦૦૦ કરોડ ઘટી ગઇ

aapnugujarat

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાં કુલ ૩,૯૩૫ કરોડ ઠાલવી દેવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1