Aapnu Gujarat
व्यापार

રેનેસાંસ દ્વારા  અમદાવાદ શહેરમાં “આર ફૂડ ટ્રક” નો પ્રારંભ

તાજેતરમાં ફૂડ ટ્રક કન્સેપ્ટને પ્રાપ્ત થયેલી લોકપ્રિયતાને પગલે તથા અમદાવાદીઓમાં સ્ટ્રીટ ફૂડ કલ્ચરના ઈતિહાસને જોઈને અમદાવાદમાં નવી શરુ થયેલી રેનેસાંસ હોટલ અને ફોર પોઈન્ટ શેરેટન દ્વારા અમદાવાદમાં “આર ફૂડ ટ્રક” નો પ્રારંભ કરવામાં આવ્યો છે .”આર ફૂડ ટ્રક”  અમદાવાદમાં બંને હોટલોની લીડરશિપ ટીમ સાથે  મહત્વનાં સ્થળોએ  જશે અને કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલી આરોગ્પ્રદ વાનગીઓ પિરસશે જેથી અમદાવાદના સ્વાદશોખીન લોકો પોતાને મનગમતો આહાર તેમની પસંદગીની રીતે માણી શકશે.  “આર ફૂડ ટ્રક” શહેરનાં  19 ટ્રાફિક જંકશનની નજીક ઉભી રહેશે જે અંતર્ગત આજના દિવસે પરસેવો નિતરે તેવી ગરમીમાં ફરજ બજાવતા પોલિસ સ્ટાફને તાજગીદાયક પીણાં આપીને તેમની કામગીરીની કદર કરી હતી. આ પહેલને અમદાવાદ ટ્રાફિક પોલિસના ડીસીપી ડો. સુધિર દેસાઈએ બિરદાવી હતી.  અમદાવાદ ટ્રાફિક પોલિસના પોલિસ ઈન્સપેકટર શ્રી કે ડી નકુમ તથા   રેનેસાંસ હોટલ, અમદાવાદના જનરલ મેનેજર શ્રી વિશ્વપ્રીત સિંઘ અને  હોટલની લિડરશિપ ટીમે લીલી ઝંડી આપી હતી.  “આર ફૂડ ટ્રક” અપંગ માનવ મંડળની પણ મુલાકાત ગઈ હતી અને 140 દિવ્યાંગ બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.

Related posts

ગ્રાહકોના જોરે પ્રીમિયમ કારની માંગ વધી

aapnugujarat

10 साल में 100 बिलियन डॉलर इन्वेस्ट करेंगे अडाणी

aapnugujarat

भारतीय अर्थव्यवस्था के गिरावट से बाहर आने के संकेत : क्रेडिट सुइस

editor

Leave a Comment

UA-96247877-1