Aapnu Gujarat
ताजा खबरव्यापार

મોબાઇલ પાર્ટસ પર ૧૦ ટકા આયાત ડ્યુટી લાગુ કરી દેવાઇ

ભારત સરકારે મેડ ઇન ઇન્ડિયા સેલફોનને પ્રોત્સાહન આપવાના હેતુસર પોપ્યુલેટિડ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડસ (પીસીબી), કેમેરા મોડ્યુલ અને કનેક્ટર્સની આયાત પર ૧૦ ટકા ડ્યુટી લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે સરકારના આ નિર્ણયના કારણે કેટલાક સ્થાનિક અને ચાઇનીઝ બ્રાન્ડના હેન્ડસેટની કિંમતમાં છ ટકાનો વધારો થઇ શકે છે. ઇન્ડસ્ટ્રીઝ નિષ્ણાંતોની વાત માનવામાં આવે તો સેમસંગ, શાઓમી, નોકિયા જેવી બ્રાન્ડ બનાવનાર એચએમડી ગ્લોબલના સ્માર્ટફોન મોડલની કિંમતો પર સરકારના આ નિર્ણયના લીધે કોઇ અસર થશે નહી. કારણ કે આકંપનીઓ પહેલાથી જ પોતાના સ્માર્ટફોનમાં ભારતમાં બનેલી પીસીબીનો ઉપયોગ કરી રહ્યા છે. જો આઇફોન એસઇ મોડલને છોડી દેવામાં આવે તો એપલ આઇફોન અને ગુગલ પિક્સલની કિંમતમાં પણ કોઇ વધારો થનાર નથી. કારણ કે આ બન્ને કંપનીઓ પોતાના સ્માર્ટફોનના આયાત કરે છે. તેમની ડ્યુટીમાં કોઇ ફેરફાર ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આઇફોન એસઇ એપલના એકમાત્ર સ્માર્ટફોન છે. જે ભારતમાં એસેમ્બલ થાય છે. સરકાર તરફથી ૧૦ ટકા આયાત ડ્યુટી લાગુ કરવા સાથે સંબંધિત નોટિફિકેશન જારી કરવામાં આવ્યા બાદ હવે કિંમતોમાં વધારો થઇ શકે છે. એક અખબારે ૧૩મી ફેબ્રુઆરીના દિવસે આ સંબંધમાં અહેવાલ પ્રકાશિત કર્યા હતા. આયાત ડ્યુટી હમેંશા મોબાઇલ ફોન ઉત્પાદન માટે રોકાણને આકર્ષિત કરવાના મામલે ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. વર્ષ ૨૦૧૪માં ભારતમાં મોબાઇલના કારખાનાની સંખ્યા મર્યાદિત હતી જે હવે વધીને ૧૨૦ સુધી પહોંચી ગઇ છે. હજુ આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાના સંકેતો દેખાઇ રહ્યા છે. કેન્દ્રીય પ્રોડક્ટ ચાર્જ સાથે સંબંધિત વિભાગે પીસીબી, કેમેરા મોડ્યુઅલ અને કનેક્ટર્સ પર ૧૦ ટકા આયાત ડ્યુટી લાગૂ કરવા માટે સોમવારના દિવસે જાહેરનામુ જારી કરવામાં આવ્યા બાદથી મોબાઇલ હેન્ડસેટ મોંઘા થશે કે કેમ તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ હતી. જાણકાર લોકોનું કહેવું છે કે, હેન્ડસેટની કિંમતમાં પાંચથી છ ટકાનો વધારો થઇ શકે છે. જો કે, નિષ્ણાતોનું કહેવું છે કે, આયાત ડ્યુટી વધારવાથી સ્થાનિક મોબાઇલ કંપનીઓને ફાયદો થશે. આ ઉપરાંત આ નિર્ણયથી ભારતમાં મોબાઇલ ફોનના મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે પ્રેરણા મળશે. હેન્ડસેટ માર્કેટનું પ્રતિનિધિત્વ કરનાર ઇન્ડિયન સેલ્યુલર એસોસિએશનના પ્રમુખ પંકજ મહેન્દ્રુએ કહ્યું છે કે, હાલ ઇન્ડસ્ટ્રી આ પાર્ટને સંપૂર્ણપણે દેશમાં બનાવવા માટે તૈયાર નથી. આવી સ્થિતિમાં આ ચાર્જને ૩થી ૬ મહિના સુધી ટાળી દેવામાં આવે તે જરૂરી છે.
કાઉન્ટર પોઇન્ટ ટેકનોલોજી માર્કેટ રિસર્ચના તરુણ પાઠકે કહ્યું છે કે, કેટલાક નાના બ્રાન્ડ જે હાલમાં પીસીબી ટેકનોલોજીમાં મૂડીરોકાણ કરવા ઇચ્છુક નથી. આનાથી સૌથી વધારે અસર થશે. તેઓ હેન્ડસેટની કિંમતમાં વધારો કરવા માટે વિચારણા કરી શકે છે. આયાત ડ્યુટી હંમેશા મોબાઇલ ફોન પ્રોડક્ટ માટે મૂડીરોકાણ કરવાનું આકર્ષિત કરવા મહત્વની ભૂમિકા અદા કરે છે. ભારતમાં મોબાઇલ કંપનીઓ ઝડપથી વધી રહી છે. સરકારના આ નિર્ણયથી લાંબા ગાળે સ્થાનિક મોબાઇલ બનાવતી કંપનીઓને સીધો ફાયદો થશે. મોબાઇલ પાર્ટ ઉપર ૧૦ ટકાની આયાત ડ્યુટી લાગૂ કરી દીધા બાદ મોટી કંપનીઓને વધારે નુકસાન થનાર નથી. આઈફોન એસઇ મોડલને છોડી દેવામાં આવે તો એપલ આઈફોન અને ગુગલ પિક્સલની કિંમતમાં કોઇ વધારો થશે નહીં. કારણ કે આ બંને કંપનીઓ પોતાના સ્માર્ટ ફોનની આયાત કરે છે. તેમની ડ્યુટીમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. સ્માર્ટફોન આ મામલામાં કેટલીક અસર જોવા મળશે.

Related posts

भारतीय स्टार्टअप कंपनियों ने जून तिमाही में 6.5 अरब डॉलर का निवेश जुटाया

editor

સેન્સેક્સ ૩૦૫ પોઈન્ટ અપ

aapnugujarat

જો આરએસએસ દેશનું સેક્યુલર સંગઠન તો હું બ્રિટનની મહારાણી : મહેબૂબા મુફ્તી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1