Aapnu Gujarat
राष्ट्रीय

જ્યારે અરુણાચલ પ્રદેશમાં ફોન પર લખેલુ આવ્યું ‘વેલકમ ટૂ ચાઈના’

ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સરહદ પર તણાવની સ્થિતિ સર્જાયેલી છે પછી તે ઉત્તરાખંડ સાથે જોડાયેલો ભાગ હોય કે અરુણાચલ પ્રદેશનો સરહદી વિસ્તાર હોય, ચીન દરેક જગ્યા પર પોતાની દાદાગીરી કરી રહ્યું છે. આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અરુણાચલ પ્રદેશના કિબિથૂ અને કાહો વિસ્તારમાં મોબાઈલ ફોન નેટવર્ક આવવું મુશ્કેલ બન્યું છે અને ત્યાંના તમામ ફોન પર “વેલકમ ટૂ ચાઈના” લખાઈને આવતાં આશ્ચર્ય સર્જાયું છે.
મળતી માહિતી મુજબ અનેક કલાકો સુધી ફોન બંધ રહ્યા બાદ અચાનક જ સ્ક્રીન પર “વેલકમ ટૂ ચાઈના” લખાઈને આવ્યું હતું. જેથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે, અરુણાચલ પ્રદેશમાં ભારતીય મોબાઈલ કંપનીઓનું નેટવર્ક નથી પકડાઈ રહ્યું, પરંતુ ચીનની કંપનીઓ વિસ્તારમાં નેટવર્ક કવર કરી રહી છે. જે ભારત માટે ચિંતાનો વિષય છે. આપને જણાવી દઈએ કે, આ દરમિયાન મોબાઈલ ફોનની ડિસ્પ્લે સંપૂર્ણ બદલાઈ જાય છે. જેમાં ચીનની ભાષા અને ચીનનો સમય દેખાય છે. મહત્વનું છે કે, ભારત-ચીન સરહદે આ વિસ્તાર હજી વિકાસથી વંચિત છે. આ વિસ્તારમાં પરિવહન માટે પણ એક જ રસ્તો આવેલો છે, જે ભૂસ્ખલનને કારણે અનેકવાર બંધ રહે છે.

Related posts

Not permitting someone to charge residents for parking vehicles right now : SC

aapnugujarat

અમૃતસર જતી ટ્રેનમાં બોંબ મળતા ખળભળાટ

aapnugujarat

आतंकी हमले के मद्देनजर कांवड़ यात्रा के लिए हाई अलर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1