Aapnu Gujarat
गुजरात

યુવકે પ્રેમિકાના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દીધા : પ્રેમીની હરકતથી તંગ આવી યુવતીની ફરિયાદ

શહેરમાં યુવક-યુવતીઓના સંબંધો વણસ્યા બાદ વગર વિચાર્યે ઉતાવળિયા અને સમાજમાં બદનામી થાય તેવા કૃત્યો ભરવાના કિસ્સા વધતા જાય છે. સમાજના વાલીઓએ અને ખુદ યુવક-યુવતીઓએ પણ આવા કિસ્સાઓથી બોધપાઠ લેવા જેવો છે. આવા જ એક કિસ્સામાં શહેરના સેટેલાઇટ વિસ્તારમાં યુવકે તેની પ્રેમિકાના મોબાઇલથી તેણીના ફોટા અપલોડ કરી તેની નીચે બિભત્સ લખાણ લખી સોશ્યલ મીડિયામાં અપલોડ કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. યુવતીએ આનંદનગર પોલીસમથકમાં પોતાના પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, જોધપુર ગામમાં રહેતી યુવતી પેથાપુર ખાતે આવેલી ફાર્મસી કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેણીને છ મહિના અગાઉ મૂળ બોટાદના ગઢડા ગામના વતની મિલન નટવરભાઇ વર્ષાત સાથે કોલેજમાં મિત્રતા બંધાઇ હતી. મિત્રવર્તુળમાં અવારનવાર તેઓ ફરતા હતા. દરમ્યાન બીજા સેમેસ્ટરમાં મિલન નાપાસ થતાં કોલેજ સત્તાધીશીઓ તેના માતા-પિતાને બોલાવવા જણાવ્યું હતું. પરંતુ તેણે તેના માતા-પિતાને નહી બોલાવતાં તેને કોલેજમાંથી કાઢી મૂકાયો હતો. જો કે, એ પછી મિલન યુવતી સાથે ફોન પર અને વોટ્‌સઅપ પર વાતચીત કરતો હતો પરંતુ કોઇક વાતે મનદુઃખ થતાં તેણે યુવતીના માતા-પિતાને પણ ગાળો આપી હતી. જેથી યુવતીએ મિલનનો નંબર બ્લોક કરી દીધો હતો. તેમછતાં મિલન જુદા જુદા નંબરો પરથી તેણીને કોલ કરી યુવતીને બિભત્સ ભાષામાં વાતો કરી ધમકી આપતો હતો અને વોટ્‌સઅપ- હાઇક એપ પર ગાળો ભાંડતો હતો. થોડા દિવસ પહેલાં જ યુવતી જોધપુર ચાર રસ્તા પાસે ઉભી હતી ત્યારે મિલન તેના મિત્ર સાથે ગાડીમાં આવ્યો તો અને તેની સાથે આવવા જણાવ્યું હતું. જો કે, યુવતીએ તેને સાફ શબ્દોમાં ના પાડી દીધી હતી. એ દરમ્યાન યુવતીનો મોબાઇલ પડી જતાં મિલને તેનો મોબાઇલ લઇ લીધો હતો અને તેમાંથી અમુક ફોટા લઇ લીધા હતા. બાદમાં ઇન્સ્ટાગ્રામમાં ત્રણ ફેક આઇડી બનાવી તેમાં યુવતીના ફોટા અપલોડ કરી દીધા હતા અને તેની નીચે બિભત્સ લખાણ લખી કાઢયું હતું. એટલું જ નહી, સોશ્યલ મીડિયામાં યુવતીને બદનામી થાય તે પ્રકારે મિલને ગુનાહિત કૃત્ય આચર્યું હતું. જેથી તેની આ હરકતથી તંગ આવી યુવતીએ શહેરના આનંદનગર પોલીસમથકમાં મિલન વર્ષાત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસંધાનમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

અમદાવાદમાં ૧૫.૩૮ કરોડનાં ખર્ચે બનેલાં હોમગાર્ડ ભવનનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી રૂપાણી

aapnugujarat

ईसनपुर क्षेत्र में बच्चों को उतारन के तुरंत बाद स्कूलवान में लगी आग

aapnugujarat

અમરનાથ યાત્રા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા, ૨૪ બચાવ દળ અને ૩૫ શ્વાન સ્કવોડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1