Aapnu Gujarat
व्यापार

જીઓ ફોનના ગ્રાહકો પણ ફેસબૂક વાપરી શકશે

રિલાયન્સ જીઓ ઇન્ફોકોમે જણાવ્યું છે કે, ૧૪મી ફેબ્રુઆરીથી જીઓફોન પર ફેસબૂકની સુવિધા ઉપલબ્ધ બનશે. ગ્રાહકે તેના જીઓફોન પર ઉપલબ્ધ એપ્લિકેશન સ્ટોર દ્વારા આ સુવિધા મેળવવાની રહેશે.  જીઓના ડિરેક્ટર આકાશ અંબાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જીઓફોન વિશ્વનો સૌથી વાજબી સ્માર્ટફોન છે.જે ગ્રાહકો ફીચરફોન છોડીને સ્માર્ટફોન અપનાવવા માંગે છે તેમના માટે આ ફોનમાં ખાસ ટ્રાન્સફોર્મેશનલ ટેક્‌નોલોજીનું ફીચર છે. અમે વચન આપ્યા પ્રમાણે, જીઓફોનમાં વિશ્વભરની એપ્લિકેશનનો ખજાનો હશે અને તેની શરૂઆત ફેસબૂક દ્વારા કરી રહ્યા છીએ. જીઓફોન માટે વિકસાવવામાં આવેલી વેબ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ જીઓ કેએઆઇઓએસ માટે ફેસબૂક એપનું નવું વર્ઝન ખાસ વિકસાવવામાં આવ્યું છે. તેના કારણે ફેસબૂકને ભારતમાં સંભવિત ૫૦ કરોડ ફીચર ફોન ગ્રાહકો સુધી પહોંચવાની તક મળશે. જીઓફોન માટેની નવી ફેસબૂક એપ્લિકેશન પુશ નોટિફિકેશન, વિડિયો અને એક્સ્ટર્નલ કન્ટેન્ટની લિન્કને સપોર્ટ કરશે.

Related posts

५% आर्थिक विकास दर बुरी नहीं : कृष्णमूर्ति सुब्रमण्यन

aapnugujarat

नोटबंदी से बड़े लाभ मिलने पर इसका बोझ वाजिब लगेगा : राजन

aapnugujarat

૧ મે પછી આધાર કાર્ડ વગર સીમકાર્ડ ખરીદી શકાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1