Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचार

અમેરિકા પણ દુનિયાની સામે પોતાની સૈન્ય તાકાત દેખાડે તેવી શક્યતા

ચીન અને ભારત દ્વારા સૈન્ય પરેડમાં શક્તિ પ્રદર્શન દુનિયા આખી વર્ષોથી જોવે છે. પરંતુ હવે દુનિયાની પ્રથમ ક્રમાંકની મહાસત્તા અમેરિકા દ્વારા દુનિયાને પોતાની સૈન્ય શક્તિ દેખાડવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. મહત્વપૂર્ણ છે કે દુનિયાભરમાં યુદ્ધો લડનારા અમેરિકાએ ઘણાં લાંબા સમયથી સૈન્ય શક્તિનું ચીન અને ભારતની જેમ કોઈ કાર્યક્રમમાં પ્રદર્શન કર્યું નથી.ભારત અને ચીનની તર્જ પર હવે અમેરિકા પણ દુનિયાની સામે પોતાની સૈન્ય તાકાત દેખાડે તેવી શક્યતા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના શક્તિ પ્રદર્શન અને કમાન્ડર ઈન ચીફ તરીકે પોતાની ભૂમિકાને રેખાંકીત કરવા માટે સૈન્ય પરેડ આયોજિત કરવાના નિર્દેશ આપ્યા છે.વ્હાઈટ હાઉસ પ્રમાણે રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લેતા પહેલા જ એક સૈન્ય શક્તિ પ્રદર્શન કરતી પરેડનો વિચાર ટ્રમ્પે અધિકારીઓ સમક્ષ મૂક્યો છે. ટ્રમ્પની ઈચ્છા પ્રમાણે અધિકારી પરેડ માટે યોગ્ય તારીખ પર વિચારણા કરી રહ્યા છે.
વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે કહ્યુ છે કે અમેરિકાને સુરક્ષિત રાખવા માટે દરરોજ પોતાના જીવનને ખતરામાં નાખનારા અમેરિકાના સૈનિકોનું રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ખૂબ જ સમર્થન કરે છે. તેમણે સંરક્ષણ વિભાગને આવો કાર્યક્રમ આયોજિત કરવા માટે જણાવ્યું છે. આવા કાર્યક્રમમાં તમામ અમેરિકન પોતાના દેશના સૈનિકો પ્રત્યે સમ્માન વ્યક્ત કરી શકે.
ભારત ૨૬ જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટની નવી દિલ્હી ખાતેની પરેડમાં પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરે છે. તાજેતરમાં પ્રજાસત્તાક દિવસે યોજાયેલી પરેડમાં આસિયાન દેશોના રાષ્ટ્રાધ્યક્ષો મુખ્ય મહેમાન તરીકે સામેલ થયા હતા. ચીન પણ પોતાની આઝાદીના દિવસે એક સૈન્ય પરેડનું આયોજન કરીને શક્તિપ્રદર્શન કરે છે અને તે વખતે ચીનના રાષ્ટ્રપ્રમુખ સેનાની સલામી લેતા હોય છે.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવ્યા બાદ અમેરિકાના સતત ઉત્તર કોરિયા, ચીન અને રશિયાની સાથેના સંબંધો સારા રહ્યા નથી. ઉત્તર કોરિયા સતત અમેરિકાને પરમાણુ મિસાઈલના હુમલાની દમકી આપી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ ઘણી વખત રશિયા અને ચીન પર ઉત્તર કોરિયાનું સમર્થન કરવાનો આરોપ પણ લગાવે છે.

Related posts

न्यूयॉर्क-सिंगापुर दुनिया में सबसे महंगे शहर : REPORT

aapnugujarat

मेरे पास बड़ा और ताकतवर न्यूक्लियर बटन है : ट्रंप

aapnugujarat

‘वॉलमार्ट’ ने अमेरिका में अपनी दुकानों में ‘डिस्प्ले’ से बंदूक

editor

Leave a Comment

UA-96247877-1