Aapnu Gujarat
खेल-कूदताजा खबर

આવતીકાલે આફ્રિકા-ભારત વચ્ચે બીજી વનડે મેચને લઇ ઉત્સુકતા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચ આવતીકાલે સેન્ચુરિયન ખાતે રમાનાર છે. આ મેચને લઇને પણ ભારે રોમાંચકતા પ્રવર્તી રહી છે. મેચનુ આવતકાલે સાંજે ચાર વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ સતત બીજી મેચ જીતીને શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લેવા માટે ઉત્સુક છે. ટીમ ઇન્ડિયા અંતિમ ઇલેવનમાં કોઇ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા નહીંવત દેખાઇ રહી છે. પ્રથમ મેચમાં હાર ખાધા બાદ આફ્રિકા પણ લડાયક દેખાવ કરવા તૈયાર છે. જેથી મેચ રોમાંચક બની શકે છે. અત્રે નોંધનીય છે કેપહેલી ફેબ્રુઆરીના દિવસે ડરબનના મેદાન ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતે યજમાન દક્ષિણ આફ્રિકા પર શાનદાર જીત મેળવીને છ વન ડે મેચોની શ્રેણીમાં ૧-૦ની મહત્વની લીડ મેળવી લીધી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૧૨ રન કર્યા હતા. વિરાટે વનડે કેરિયરની ૩૩મી સદી કરી હતી. રહાણેએ ભવ્ય ૭૯ રન કર્યા હતા. રહાણેની સતત પાંચમી અડધી સદીની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા પર છ વિકેટે જીતી મેળવી હતી. યજમાન ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૬૯ રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમે ૪૫.૩ ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવીને આ રન બનાવી લીધા હતા. રોહિત શર્મા ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. તે ૨૦ રન કરીને આઉટ થયો હતો. પ્રથમ મેચમાં ફ્લોપ રહ્યા બાદ રોહિત શર્મા ધરખમ દેખાવ કરવા માટે ઉત્સુક છે. શિખર ધવન પર પ્રથમ મેચમાં ફ્લોપ રહ્યો હતો. જો કે રહાણે અને વિરાટ કોહલીની જોડી જામી હતી. અને આફ્રિકાના કોઇ બોલરની તેમના પર અસર થઇ ન હતી. બન્ને બેટ્‌સમેનોએ મક્કમ બેટિંગ જારી રાખીને આફ્રિકાની જીતની આશા પર પાણી ફેરવી દીધુ હતુ. કોહલીએ આફ્રિકામાં પોતાની પ્રથમ વનડે સદી કરી હતી. કોહલીએ ૧૧૯ બોલમાં ૧૦ ચોગ્ગા ફટકાર્યા હતા. બીજી મેચમાં પણ તેની પાસેથી જોરદાર દેખાવની આશા રાખવામાં આવી રહી છે. શ્રેણીમાં ખુબ જ નજીકની સ્પર્ધા જોવા મળી શકે છે. ડિવિલિયર્સ આઉટ થઇ ગયા બાદ ભારતને આંશિક રાહત મળી છે. છતાં ટીમમાં પ્લેસીસના નેતૃત્વમાં આફ્રિકન ટીમમાં હાસિમ અમલા, ડીકોક, ડ્યુમિની, ઇમરાન તાહિર, ડેવિડ મિલર, લુંગીગીડી જેવા ખેલાડીઓ રહેલા છે.

Related posts

आरबीआई ने रेपो रेट और रिवर्स रेपो रेट में की कटौती

aapnugujarat

ટીમ ઇન્ડિયામાં કંઇ ખાસ નથી : સ્ટીવ વૉ

aapnugujarat

WB’s current situation in CM Mamata rule is like emergency of 1975: Bihar Dy CM Modi

aapnugujarat

Leave a Comment

UA-96247877-1