Aapnu Gujarat
राष्ट्रीय

બજેટ : જરૂરી ચીજવસ્તુ મોંઘી થતાં લોકોનું જીવન વધુ મુશ્કેલ

જીએસટી અમલી બન્યા બાદ બજેટમાં અનેક વસ્તુઓ સસ્તી અને મોંઘી થશે તેવી અપેક્ષા વચ્ચે આજે બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ લાઇફ વધારે મોંઘી અને જટિલ બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. મોબાઇલ ફોન, પરફ્યુમ, ડિયો, કાર, પેકેજ્ડ ફ્રુટ જ્યુસ જેવી વસ્તુઓ વધુ મોંઘી બની ગઈ છે. નાણામંત્રી અરુણ જેટલીએ આ તમામ ઉપર કસ્ટમ ડ્યુટીમાં વધારો ઝીંકી દીધો હતો. જો કે, કેટલાક વસ્તુઓ સસ્તી પણ બની છે જેમાં ઇન્મોર્ટેડ રો નટ્‌સ, સોલાર ટેમ્પ્રેચર ગ્લાસ, રો મટિરિયલ્સ, ઘણી એસેસરીઝનો સમાવેશ થાય છે. કારણ કે, સરકારે આ વસ્તુઓ ઉપર આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. મોબાઇલ અને ટીવી ઉપર કસ્ટમ ડ્યુટી ૧૫ ટકાથી વધારીને ૨૦ ટકા કરી છે જ્યારે કાજુ ઉપર કસ્ટમ ડ્યુટી પાંચ ટકાથી ૨.૫ ટકા કરાઈ છે. જેટલીએ બજેટ રજૂ કરતી વેળા જુદી જુદી ચીજવસ્તુઓ ઉપર ડ્યુટીમાં ઘટાડો વધારો કરવાની જાહેરાત કરી હતી. કાચા કાજુ ઉપર ડ્યુટીને પાંચ ટકાથી ઘટાડીને ૨.૫ ટકા કરવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ કસ્ટમ ડ્યુટી વધવાથી આયાત કરાતા જ્યુસની કિંમતમાં વધારો થયો છે. જે કિંમતમાં વધારો થયો છે તેમાં રુમ ફ્રેશનર, આયાત જ્યુસ, એલઇડી, એલસીડી, ટીવી, સ્માર્ટવોચ, ફુટવેર, તાપના ચશ્મા, સિગારેટ, રમકડાનો સમાવેશ થાય છે. નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આજે કરોડો લોકોની અપેક્ષા અને તમામ ક્ષેત્રોના ઉદ્યોગોની ઉત્સુકતા વચ્ચે વર્ષ ૨૦૧૮-૧૯ માટેનુ સામાન્ય બજેટ રજૂ કર્યુ હતુ. જેટલીએ પોતાના છેલ્લા પૂર્ણ બજેટમાં કસ્ટમ ડ્યુટી વધારવાની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં મોબાઇલ અને ટીવીની કિંમતો વધી ગઇ છે. મોબાઇલ ફોન ઉપર કસ્ટમ ડ્યુટી ૧૫ ટકાથી વધારીને ૨૦ ટકા અને મોબાઇલ તથા ટીવી સ્પેરપાટ્‌ર્સ ઉપર ૧૫ ટકા ડ્યુટી કરવામાં આવી છે. કસ્ટમ ડ્યુટી વધી જતાં મોબાઇલ અને ટીવી મોંઘા થશે. કસ્ટમ ડયુટી પર સેસ ત્રણ ટકાથી વધારીને ચાર ટકા કરવાનો નિર્ણય કરાયો છે. આની સીધી અસર સ્માર્ટફોન અને ટીવી ઉપર થશે. આ નિર્ણયથી ભારતમાં વેચાતા તમામ કંપનીઓના સ્માર્ટફોન વધારે મોંઘા થશે.

Related posts

धनुष सेना में शामिल

aapnugujarat

आगामी सुनवाई तक रोहिग्या शरणार्थी को वापस नहीं भेजने आदेश दिया

aapnugujarat

કર્ણાટક ચૂંટણીમાં સિદ્ધારમૈયા બે બેઠકથી ચૂંટણી લડવા તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1