Aapnu Gujarat
व्यापार

અર્થતંત્રની સ્થિતિ સુધારા પર : અરવિંદ સુબ્રમણ્યમ

આર્થિક સર્વેની લોકસભામાં રજૂઆત પછી મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે જણાવ્યું છે કે અર્થતંત્રની સ્થિતિ સુધારા પર છે. વધુમાં નિકાસમાં વધારો થતાં અર્થતંત્રને વેગ સાંપડી શકે છે. આટલું જ નહીં નોટબંધી અને જીએસટીની અસર દૂર થઈ છે. સરકારે પણ આ માટે મહત્વના પગલાં લીધા છે.સુબ્રમણ્યમે વધુમાં જણાવ્યું હતું કે ક્રૂડમાં વધી રહેલા ભાવની જીડીપી પર સીધેસીધી અસર થશે. ગયા વર્ષની સરખાણીએ આ વખતે ક્રૂડના ભાવમાં ૧૫થી ૧૬ ટકાનો વધારો થવાની ધારણા છે. આ પડકારને પહોંચી વળવાની જરૂર છે.તેમણે જણાવ્યું હતું કે જીએસટીમાં હજુ વધુ સુધારાની જરૂર છે આ સાથે કૃષિ ક્ષેત્રને પણ સહાયતા આપવી પડશે. વધુમાં એર ઈન્ડિયાના ખાનગીકરણની પણ જરૂર છે. આ ઉપરાંત મેક્રો ઈકોનોમિક દબાણનો પણ સામનો કરવાનો રહેશે. જીએસટીના અમલ પછી વસુલાતમાં વધારો નોંધાયો છે. જ્યારે નવેમ્બર ૨૦૧૬માં વધુ ૧૮ગ લાખ રિટર્ન ફાઈલ થયા છે.

Related posts

સ્પાઈસ જેટમાં ૧૧મીથી બિઝનેસ ક્લાસમાં પ્રવાસ

aapnugujarat

નોર્વે મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ બાબતે ટોપ પર

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૯ની મૂડી ૮૧,૮૦૪ કરોડ ઘટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1