Aapnu Gujarat
गुजरात

ધોળકામાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ

અમદાવાદના ધોળકામાં મલાવ તળાવના બગીચા પાસે જાહેરમાં હોસ્પિટલો દ્વારા બાયોમેડિકલ વેસ્ટ કચરો નાંખવામાં આવી રહ્યો છે. જેથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.આ હોસ્પિટલો દ્વારા નંખાતા કચરાથી રોગચાળો ફેલાવાની ભીતી સ્થાનિકોને સતાવી રહી છે. સાથે સાથે રખડતી ગાયો પણ આ કચરાને ખાતી જોવા મળે છે. જો કે શહેરના જાગૃત નાગરિકો દ્વારા આ અંગે તંત્રને લેખિતમાં ફરીયાદ કરવામાં આવશે. દવાખાનામાંથી નિકળતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા અનુસાર જ જોખમી કચરાનો નિકાલ કરવાનો હોય છે. ૫રંતુ ધોળકાના તબીબો સરકારના નિયમોને ઘોળીને પી ગયા હોય તેવી હાલત જોવા મળી રહી છે.

Related posts

અમદાવાદ : ઝાડા-ઉલ્ટીના ૨૩ દિનમાં ૪૭૩ કેસ થયા

aapnugujarat

પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના ખેત પેદાશોના વેચાણ માટે સરકારશ્રીનો નવીન અભિગમ

editor

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ચૂંટણીનાં કાર્યમાં લાગી જવા આહ્વાન કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1