Aapnu Gujarat
व्यापार

વર્ષ ૨૦૧૮માં રોજગારીની વર્ષા થશે

નવા વર્ષે નોકરીના મોરચે વ્યાપક તકો સર્જાનાર છે. આ વર્ષે મોટાપાયે ભરતીના સંકેત દેખાઈ રહ્યા છે. મોટા બિઝનેસ સ્કૂલોમાં હાઈરિંગ સેન્ટીમેન્ટમાં જોરદાર સુધારો જોવા મળી રહ્યો છે. આ વખતે વિદેશમાં પ્લેસમેન્ટ અને ઉંચા પગારની ઓફર થઇ રહ છે. આ વર્ષે આઈટી કંપનીઓમાંથી પણ વ્યાપક ઓફરો આવી રહી છે. ગયા વર્ષે આઇટી કંપનીઓને માઠી અસર થઇ હતી.
મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટ્યુટ, એસપી જૈન ઇન્સ્ટીટ્યુટ અને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ફોરેન ટ્રેડના પ્લેસમેન્ટના લોકોના કહેવા મુજબ આ વખતે મોટી સંખ્યામાં રોજગારીની તકો સર્જાનાર છે. ગુડગાંવ એમડીઆઈના ચેરમેન કંવલ કપિલે કહ્યું છે કે, રેકોર્ડ સમયે અમારી બેંચને પ્લેસમેન્ટ મળ્યા છે. ૧૧૯ કંપનીઓએ સમગ્ર દેશને પ્લેસમેન્ટ આપ્યા છે. ગયા વર્ષે ૧૪૩ કંપનીઓ આવી હતી. અનેક કંપનીઓને ખાલી હાથે પરત ફરવાની ફરજ પડી હતી. એમડીઆઈમાં સૌથી વધારે ૩૫ લાખ રૂપિયાના વાર્ષિક સ્થાનિક પગારની ઓફર કરવામાં આવી હતી. ગયા વર્ષે કોલગેટ તરફથી ૨૮.૭૫ લાખના વાર્ષિક પગારની ઓફર કરાઈ હતી. ૫૫ લાખ રૂપિયાના ટોપ પગાર સાથે ૧૫ ઇન્ટરનેશનલ ઓફર પણ આવ્યા હતા. નોટબંધી, જીએસટી અને ટ્રમ્પ ઇફેક્ટના કારણે મંદીનું વાતાવરણ સર્જાયું હતું પરંતુ હવે અનેક કંપનીઓ આગળ આવી રહી છે. ગોદરેજ આ વર્ષે બિઝનેસ સ્કૂલોમાંથી ૨૦ ટકાથી વધુ ભરતી કરી રહી છે. આફ્રિકા, ઇન્ડોનેશિયા અને સાર્ક દેશોમાંથી પણ કંપનીઓ આવી રહી છે. નોકરી મેળવવા ઇચ્છુક કુશળ લોકોને ખુબ સારી તક રહેલી છે. સરેરાશ પગારની તુલનામાં આ વર્ષે ખુબ સારો પગાર મળી શકે છે.

Related posts

હવે પતંજલિનું જીન્સ પણ બજારમાં આવશે !

aapnugujarat

બલ્બ, ટ્યુબલાઈટ, પંખા પેટ્રોલ પંપ ઉપરથી મળશે

aapnugujarat

सरकार द्वारा ट्रेडर्स वेलफेयर बोर्ड बनाने की अधिसूचना का स्वागत : कैट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1