Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

રેલવે ટિકિટ વહેલી બુક કરાવશો તો મળી શકે છે ૫૦ ટકા સુધીનો ફાયદો

તમે જેટલી વહેલી તકે રેલ્વે ટિકિટ બુક કરાવશો તેટલો જ તમને ફાયદો થશે. તમે જેટલી વહેલી રેલવેની ટિકિટ બુક કરાવશે તેટલી જ સસ્તી ટિકિટ મળશે. હાલ આ વ્યવસ્થા એરલાઇન્સ દ્વારા આપવામાં આવે છે. હવે ભારતીય રેલ્વે પણ આ સુવિધા શરૂ કરી શકે છે.હકીકતમાં ભાડા સમીક્ષા સમિતિએ આ સૂચન ભારતીય રેલવેને આપ્યા છે. જો રેલવે બોર્ડ સમિતિના સૂચનોને સ્વીકારી લે તો ટૂક સમયમાં તમને આ સુવિધાનો લાભ મળશે.સમિતિએ આ અઠવાડિયાની શરૂઆતમાં જ પોતાનો અહેવાલ સોંપી દીધો હતો. સૂત્રોએ જણાવ્યા અનુસાર તેમાં સૂચનો આપવામાં આવ્યાં છે કે રેલ્વેએ જેટલી સીટો ખાલી રહે છે તે અનુસાર ભાડુ નક્કી કરવું જોઇએ.આ વ્યવસ્થા તે એરલાઇન્સની જેમ જ કામ કરશે, જે મહિના પહેલા ટિકિટ બુક કરાવનારા લોકોને ભારે ડિસ્કાઉન્ટ આપે છે.
સમિતિએ આ આધારે ગ્રાહકોને ૨૦થી ૫૦ ટકાની છૂટ આપવાના સૂચનો આપ્યાં છે.સમિતિએ જણાવ્યા અનુસાર ટિકિટ બુક કરાવતકી વખતે જ્ટલી વધુ સીટો ખાલી રહેશે તેટલી વધુ સસ્તી ટિકિટો યાત્રીને આપવામાં આવશે. તેવામાં બીજી બીજુ જેટલી ઓછી સીટો ખાલી હશે તેટલું વધારે ભાડુ ચુકવવુ પડશે.
સમિતિએ વધુ એક સૂચન આપ્યુ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ચાર્ટ તૈયાર કર્યા બાદ પણ ટિકિટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે. સમિતિએ કહ્યું કે આ હેઠળ છૂટ બે દિવસથી બે કલાકના સ્લોટ પર આપવામાં આવે તેવી શક્યતા છે.ભાડા સમીક્ષા સમિતિએ રેલ યાત્રીઓને નીચેના બર્થનો વિકલ્પ પસંદ કરવા અથવા તહેવારની સીઝનમાં યાત્રા માટે વધારે ભાડુ વસૂલવાના સૂચનો પણ આપ્યાં છે.સૂત્રોએ જણાવ્યા અનુસાર પ્રિમિયમ ટ્રેનોમાં ફ્લેક્સી ભાડા પ્રણાલીની સમીક્ષા માટે રચવામાં આવેલી સમિતિએ સૂચન આપ્યાં છે કે રેલવેને એરલાઇન્સ અને હોટલોની જેમ ડાયનેમિક મૂલ્યમોડલ અપનાવવુ જોઇએ.સૂત્રોએ જણાવ્યું છે કે જે રીતે વિમાનમાં યાત્રીઓને આગળની હરોળમાં આવેલી સીટો માટે વધુ ચુકવણી કરવી પડે છે તેવી જ રીતે ટ્રેનમાં પણ યાત્રીઓને તેમની પસંદગીનું બર્થ આપવા બદલ વધારે ભાડુ વસૂલવુ જોઇએ.
સૂત્રોએ જણાવ્યું કે સુવિધાજનક ટાઇમટેબલ અને કોઇ વિશેષ માર્ગ પર લોકપ્રિય ટ્રેનોનું ભાડુ વધારવામાં આવી શકે છે.સમિતિએ આ સૂચન આપ્યું છે કે એક ભાડાના બદલે રેલવેએ તહેવારની સિઝન દરમિયાન ભાડુ વધારવું જોઇએ જ્યારે ઓછા વ્યસ્ત મહિનાઓમાં ભાડુ ઘટાડવું જોઇએ.

Related posts

૨૦૧૭-૧૮માં રાજ્યોના જીડીપી ગ્રોથ મામલે બિહાર ટોપ પર

aapnugujarat

લગ્નનો મતલબ એ નથી કે પત્ની હંમેશા સેક્સ માટે તૈયાર રહે

aapnugujarat

कोकराझार में बस-ट्रक की टक्कर में 7 लोगों की मौत, 20 घायल

editor

Leave a Comment

UA-96247877-1