Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचार

જેરૂસાલેમ મુદ્દે ૧૨૮ દેશોએ અમેરિકા વિરુદ્ધ વોટિંગ કર્યું, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકાને ઝાટકો મળ્યો

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આજે અમેરિકાને મોટો ફટકો પડ્યો છે. જેરુસાલેમ પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ યુએનમાં પ્રસ્તાવ પાસ થઇ ગયો છે.
આ પ્રસ્તાવના સમર્થનમાં ભારત સહિત ૧ર૮ દેશોએ વોટિંગ કર્યું છે, જ્યારે માત્ર નવ દેશોએ જ તેની વિરુદ્ધમાં મત આપ્યો હતો. આ પ્રસ્તાવ પાસ થવાથી હવે અમેરિકાએ પોતાનો નિર્ણય બદલવો પડશે.જેરુસાલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપવાના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદી નિર્ણય પર ભારતે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ જાળવી રાખ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમારે આ સંદર્ભમાં ભારતના વલણના સવાલ પર પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને લાગે છે કે મતદાન થાય ત્યાં સુધી રાહ જોવી જોઇએ. તેમને ખબર પડી જશે કે અમે કઇ દિશામાં વોટિંગ કરવા જઇ રહ્યા છીએ. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મતદાન પૂર્વે ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જે પણ દેશ આ પ્રસ્તાવની તરફેણ કરશે એ દેશને આપવામાં આવતી અમેરિકી આર્થિક સહાય કાપી નાખવામાં આવશે. ટ્રમ્પની આ ચેતવણીની વોટિંગમાં કોઇ જ અસર જોવા મળી નહીં, જેને લઇને પ્રસ્તાવની તરફેણમાં ૧ર૮ મત પડ્યા હતા.
જે નવ દેશોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે તેમાં ગ્વાટેમાલા, હોન્ડુરાસ, ઇઝરાયલ, માર્શલ આઇલેન્ડ, માઇક્રોનેશિયા, પલાઉ, ટોગો અને અમેરિકાનો સમાવેશ થાય છે. ૩પ દેશો આ પ્રસ્તાવ પર મતદાન કરવાથી અળગા રહ્યા હતા. બીજી બાજુ મતદાન બાદ તુરત અમેરિકાનો આક્રોશ જોવા મળ્યો હતો. સંયુકત રાષ્ટ્રસંઘમાં અમેરિકાના રાજદૂત નીકી હેલીએ આ નિર્ણયની ટીકા કરતાં જણાવ્યું હતું કે અમેરિકા આ દિવસ યાદ રાખશે. હેલીએ જણાવ્યું હતું કે એક સાર્વભૌમત્વ દેશ તરીકે પોતાના અધિકારોનો ઉપયોગ કરવાના કારણે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં અમેરિકા પર હુમલો થયો છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે જેરુસાલેમમાં તેઓ પોતાનું દુતાવાસ ખોલશે.

Related posts

आतंकवाद के खिलाफ एकजुट हुए चीन-पाकिस्तान

aapnugujarat

US ने ईरान पर किया साइबर अटैक, मिसाइल कंट्रोल सिस्टम किया फेल

aapnugujarat

धार्मिक स्वतंत्रता पर अमेरिकी रिपोर्ट को भारत ने किया खारिज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1