Aapnu Gujarat
गुजरात

૧૮ ડિસેમ્બરે છોટુભાઇ પુરાણી વ્યાયામ કોલેજ ખાતે નર્મદા જિલ્લાની બંને બેઠકોની મત ગણતરી હાથ ધરાશે

નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ (અ.જ.જા.) અને ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તારના મતદાનની મત ગણતરી તા. ૧૮ મી ડિસેમ્બર, ૨૦૧૭ ને સોમવારના રોજ રાજપીપલા મુખ્ય મથકે છોટુભાઇ પુરાણી વ્યાયામ કોલેજ ખાતે યોજાનાર છે, જિલ્લાની ઉક્ત બંને બેઠકોની મત ગણતરીની કામગીરી સાથે સંકળાયેલા સુપરવાઇઝરશ્રીઓ, માઇક્રો ઓબ્ઝર્વરશ્રીઓ તેમજ કાઉન્ટીંગ આસિસ્ટન્ટશ્રીઓ માટે આજે સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા તાલીમ વર્ગને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાએ ખૂલ્લો મૂક્યો હતો.

પોસ્ટલ બેલેટના નોડલ અધિકારીશ્રી અને પ્રાયોજના વહિવટદારશ્રી વી.બી. બારીયા, નાંદોદ અને દેડીયાપાડાના ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી ધવલ પંડ્યા અને શ્રી ડી.એન. ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.બી. મોડીયા, એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ સેલનાં નોડલ અધિકારીશ્રી અને નાયબ કલેક્ટરશ્રી એસ.જે. ગાવિત, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ અને તાલુકા મામલતદારશ્રીઓ સહિત મત ગણનાની ફરજ માટે નિમાયેલા સંબંધિત અધિકારીઓ/કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ તાલીમ વર્ગને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાએ તમામ સુપરવાઇઝરશ્રીઓ, માઇક્રો ઓબ્ઝર્વરશ્રીઓ, કાઉન્ટીંગ આસિસ્ટન્ટશ્રીઓ તેમજ આ કામગીરી સાથે સંકળાયેલા તમામને સોંપાયેલી જે તે ફરજો અને જવાબદારીઓ ખૂબજ ચિવટતાથી અને કાળજીપૂર્વક અદા થાય તેની ખાસ તકેદારી રાખવાની તેમણે સૂચના આપી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લાની નાંદોદ બેઠક માટે – ૧૪ અને દેડીયાપાડા બેઠક માટે – ૧૪ મળી કુલ- ૨૮ ટેબલો ઉપર બંને બેઠકોની મત ગણના કરાશે, જેમાં પ્રત્યેક ટેબલ દીઠ સુપરવાઇઝર તરીકે રાજ્યપત્રિત વર્ગ- ૨ ના અધિકારીશ્રી એક અને માઇક્રો ઓબ્ઝર્વર તરીકે એક તેમજ મત ગણતરી આસિસ્ટન્ટ તરીકે એક કર્મચારી આ કામગીરીમાં જોડાશે. આ બંને બેઠકો માટે રિઝર્વ સ્ટાફ સહિત કુલ- ૧૦૮ અધિકારી/કર્મચારીઓ આજની આ તાલીમમાં જોડાયાં હતા.

આ તાલીમ વર્ગમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં મતગણના કામગીરીને લગતી ફિલ્મ-સીડીના નિદર્શન દ્વારા ચૂંટણીમાં થયેલા મતદાન સંદર્ભે વૈદ્યાનિક બાબતો અંગે ભરાયેલી આંકડાકીય વિગતો ટેલી કરવા ઉપરાંત મતગણના પ્રારંભથી લઇને તે પૂર્ણ થાય અને ત્યારબાદ તેને જરૂરી સીલ સાથે બંધ કરી સ્ટ્રોંગરૂમમાં પરત મૂકાય ત્યાં સુધી મતગણના ટૂકડીએ તબક્કાવાર કરવાની થતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપી સમજ પુરી પાડી હતી. આ પ્રસંગે જિલ્લાની બંને બેઠકો માટેના મતગણનાના સ્ટાફને ૧૪ જેટલા ટેબલો પર જુદી જુદી ટૂકડીઓને હેન્સ ઓન પ્રત્યક્ષ નિદર્શન દ્વારા પ્રેક્ટીકલ જાણકારી અપાઇ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નિનામાએ જુદા જુદા ટેબલો ઉપર મતગણના ટૂકડીઓને અપાઇ રહેલી પ્રેક્ટીકલ તાલીમ-નિદર્શનનું પણ નિરીક્ષણ કરીને તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મતગણના સાથે જોડાયેલા ઉક્ત અધિકારીઓ-કર્મચારીઓને તા. ૧૮ મી ડિસેમ્બર, ૨૦૧૭ ને સોમવારના રોજ સવારના ૭=૦૦ કલાકે છોટુભાઇ પુરાણી વ્યાયામ કોલેજ ખાતે અચૂક ઉપસ્થિત થવાનું રહેશે. મત ગણતરી કેન્દ્ર ખાતે આવ્યા બાદ જ મત ગણતરી ટૂકડીઓને જે તે વિધાનસભા વિસ્તાર તેમજ ટેબલ નંબરની જાણકારી અપાશે અને તે મુજબ સંબંધિતોએ પોતાને ફાળવાયેલા ટેબલનો હવાલો સંભાળીને આગળની જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. આ અધિકારીઓ/કર્મચારીઓ કોઇપણ સંજોગોમાં મોબાઇલ ફોન સાથે રાખવાનો નથી, તેની પણ ખાસ નોંધ લેવા તાકીદ કરાઇ હતી.

Related posts

એસ.જી.હાઈ-વે પર ત્રણ યુવકો લૂંટાયા : એકનું મોત

aapnugujarat

ગીર સોમનાથ જિલ્લા સોમનાથ મીત્ર મંડળ લોકડાઉન ના સમયમાં દરરોજ છેલ્લા ૪૦ દિવસ થી મૂંગા-અબોલ પશુઓને સવાર-સાંજ નિરણ-ચારો નાખી અનોખી સેવાયજ્ઞ

editor

અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીની ‘બૃહદ’ કારોબારી મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1