Aapnu Gujarat
राष्ट्रीय

ઓરિસ્સામાં ઘાતક અગ્નિ-૨ મિસાઇલનું ફરીવાર પરીક્ષણ કરાયું

ભારતે આજે પરમાણુ સક્ષમ અગ્નિ-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ઓરિસ્સામાં ધમારા અબ્દુલ કલામ આઈલેન્ડ ખાતેથી સવારે ૧૦.૨૨ વાગે મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એપીજી અબ્દુલ કલામ આઈલેન્ડને અગાઉ વિલર આઈલેન્ડ તરીકે ગણવામાં આવતું હતું. ૨૦૦૦ કિલોમીટરની રેન્જ ધરાવતી અગ્નિ-૨ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ અધિકારીઓએ માહિતી આપતા કહ્યું હતું કે, ભૂમિથી ભૂમિમાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવનાર આ મિસાઇલ પહેલાથી જ અતિ સક્ષમ મિસાઇલ છે. લોંચ સંકુલ-૪ પરથી મોબાઇલ લોંચર દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અગ્નિ-૨ ઇન્ટરમિડિયટ રેંજની બેલાસ્ટિક મિસાઇલ પહેલાથી જ સેનામાં સામેલ કરવામાં આવી ચુકી છે. બે તબક્કામાં અતિઆધુનિક મિસાઇલમાં હાઈ એક્યુરન્સી નેવિગેશન સિસ્ટમ છે. ૨૦મીટર લાંબી અગ્નિ-૨ મિસાઇલના બે સ્ટેજ છે. તેનું લોંચ વજન ૧૭ ટનની આસપાસ છે. તે ૨૦૦૦ કિલોમીટરથી વધુ અંતર સુધી એક હજાર કિલોગ્રામ પે લોડ લઇને ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. અગ્નિ-૨ મિસાઇલ એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી અને ભારત ડાયનામિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભારત પાસે તેના શસ્ત્રાગારમાં અનેક ઘાતક મિસાઇલો રહેલી છે જે પૈકી અગ્નિ સીરીઝની મિસાઇલો સામેલ છે. આજે બેલાસોરમાં અગ્નિ-૨ મિસાઇલનું સફળરીતે પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ટોચના સંરક્ષણ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. મિસાઇલ પરીક્ષણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે સરહદ ઉપર પાકિસ્તાન સાથે ખેંચતાણની સ્થિતિ રહેલી છે. મિસાઇલનું પરીક્ષણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે પાકિસ્તાન સાથેના સંબંધો પહેલાથી જ વણસી ગયેલા છે. સરહદ ઉપર તંગદિલી પ્રવર્તી રહી છે. અગ્નિ-૨ મિસાઇલ ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવેલી અગ્નિ મિસાઇલ સિરીઝના ભાગરુપે છે.

Related posts

સંસદ પર હુમલાની ૧૭મી વરસી : શહીદને શ્રદ્ધાંજલિ

aapnugujarat

૬૭ સીટો જીતનાર પક્ષને કોઈ અધિકાર નહીં, જ્યારે ૩ બેઠકો જીતનારાને બધા અધિકાર : અરવિંદ કેજરીવાલ

aapnugujarat

फडणवीस से मिले कांग्रेस से नाराज अशोक चव्हाण

aapnugujarat

Leave a Comment

UA-96247877-1